સિટાડેલ’નો કન્સેપ્ટ રુસો બ્રધર્સ દ્વારા બનાવવામાં આવ્યો છે. ફૉરેન વર્ઝનમાં પ્રિયંકા ચોપડા જોનસ જોવા મળવાની છે
વરુણ ધવન
વરુણ ધવનનું કહેવું છે કે ‘સિટાડેલ’ એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. પ્રાઇમ વિડિયોની ‘સિટાડેલ’ ફ્રૅન્ચાઇઝીની ઇન્ડિયન ઓરિજિનલ સિરીઝને રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડીકે દ્વારા બનાવવામાં આવશે.
‘સિટાડેલ’નો કન્સેપ્ટ રુસો બ્રધર્સ દ્વારા બનાવવામાં આવ્યો છે. ફૉરેન વર્ઝનમાં પ્રિયંકા ચોપડા જોનસ જોવા મળવાની છે. આ શો પરથી આધારિત ઇન્ડિયન ઓરિજિનલ વર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ એ રીમેક નથી. આ એક ઓરિજિનલ સિરીઝ છે, જેનું નામ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યું.
ADVERTISEMENT
આ વિશે વાત કરતાં વરુણ ધવને કહ્યું કે ‘‘સિટાડેલ’ એક એક્સેપ્શનલ ઍમ્બિશિયસ અને એક્સાઇટિંગ ફ્રૅન્ચાઇઝી છે. રુસો બ્રધર્સ અને જેનિફર સાલ્કે દ્વારા બનાવવામાં આવેલા કન્સેપ્ટમાં કામ કરવું એ ખુશીની વાત છે.
મારી કરીઅરમાં આ એક લૅન્ડમાર્ક મોમેન્ટ છે. હું તેમના વર્કનો ખૂબ જ મોટો ફૅન છું. તેમની સાથે શૂટિંગ શરૂ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહી છું. ઇન્ડિયન ‘સિટાડેલ’ ચૅપ્ટરની સ્ટોરી લાઇન ખૂબ જ અદ્ભુત છે. રાજ અને ડીકે જેવા લોકો આ પ્રોજેક્ટ બનાવી રહ્યા હોય ત્યારે એ અદ્ભુત પ્રોજેક્ટ બનશે એમાં બેમત નથી.’