વેબ-સિરીઝ ‘મંડલા મર્ડર્સ’માં વૈભવરાજ ગુપ્તા સાથે તે દેખાશે
વાણી કપૂર
ક્રાઇમ-થ્રિલર વેબ-સિરીઝ ‘મંડલા મર્ડર્સ’માં વાણી કપૂર અને વૈભવરાજ ગુપ્તા જોવા મળવાના છે. આ સિરીઝ દ્વારા વાણી ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાની છે. આ સિરીઝને યશરાજ ફિલ્મ્સ બનાવી રહ્યા છે. આ સિરીઝને ગોપી પુથરન અને મનન રાવત ડિરેક્ટ કરશે. સાથે જ સુરવીન ચાવલા અને જમીલ ખાન પણ એમાં દેખાશે. ઉત્તર પ્રદેશમાં આ શોનું શૂટિંગ આજથી શરૂ થવાનું છે. બાદમાં દિલ્હી અને મુંબઈમાં એનું શૂટિંગ કરવામાં આવશે. આ સિરીઝનો પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વાણીએ કૅપ્શન આપી હતી, ‘ડિજિટલ પ્લૅટફૉર્મ પર મારા પહેલા શો દ્વારા ધમાલ મચાવીશ. યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઇનમેન્ટની નવી સિરીઝ ‘મંડલા મર્ડર્સ’માં કામ કરવા માટે ઉત્સુક છું. એક એવી ક્રાઇમ-થ્રિલર છે જે તમને વિચારતા કરી દેશે.’
તો બીજી તરફ પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વૈભવરાજ ગુપ્તાએ કૅપ્શન આપી હતી, ‘પહેલું હંમેશાં સ્પેશ્યલ હોય છે. યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઇનમેન્ટમાં જોડાઈને આતુર છું. આ ક્રાઇમ-થ્રિલરમાં વાણી કપૂર સાથે દેખાઈશ.’