'તાંડવ' વિવાદ બાદ મુંબઇ પહોંચી UP પોલીસ, આ મામલે થશે પૂછપરછ
તસવીર સૌજન્ય મિડ-ડે
'તાંડવ' સીરિઝ નિર્માતાઓ વિરુદ્ધ પહેલા જ લખનઉમાં એક કેસ નોંધાવી ચૂક્યા છે. જેના પછી બુધવારે યૂપી પોલીસ મુંબઇ પહોંચી ગઈ છે. પોલીસ અહીં સીરિઝ સાથે જોડાયેલા લોકો સાથે પૂછપરછ કરી શકે છે.
Amazon Primeની વેબ સીરિઝ 'તાંડવ' પર વિવાદ એટલો વધી ગયો છે કે હવે ઉત્તર પ્રદેશની પોલીસ આ મામલે પૂછપરછ કરવા જઈ રહી છે. સીરિઝના નિર્માતાઓ વિરુદ્ધ પહેલા જ લખનઉમાં એક કેસ દાખલ કરવામાં આવી ગયો છે, જેના પછી બુધવારે યૂપી પોલીસ મુંબઇ પહોંચી ગઈ છે. માહિતી છે કે અહીં સીરિઝ સાથે જોડાયેલા લોકોને પૂછપરછ કરી શકે છે.
ADVERTISEMENT
મુંબઇ પહોંચી લખનઉ પોલીસ ટીમમાં ચાર સભ્યો સામેલ છે. માહિતી છે કે ટીમ વેબ સીરિઝની કાસ્ટ અને ક્રૂના લોકોને પૂછપરછ કરી શકે છે.
જણાવવાનું કે ઉત્તર પ્રદેશના ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ બુધવારે સવારે એક જ ટ્વીટ કરી કહ્યું હતું કે સીરિઝના નિર્માતાઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એક ટ્વીટમાં લખ્યું હતું કે, "વેબ સીરિઝ 'તાંડવ'ના પ્રૉડ્યૂસર, ડાયરેક્ટર અને કલાકારોએ સામાજિક સૌહાર્દ્રતા બગાડવા અને હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અપરાધ કર્યો છે, તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે"

