તેમણે બન્નેએ ‘ધ નાઇટ મૅનેજર’માં સાથે કામ કર્યું હતું
તિલોત્તમા શોમ
તિલોત્તમા શોમનું કહેવું છે કે એક વાર અનિલ કપૂરે તેની પાસે ફીડબૅક માગ્યું હતું એથી તે ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. તેમણે બન્નેએ ‘ધ નાઇટ મૅનેજર’માં સાથે કામ કર્યું હતું. તેમનાં સાથે વધુ દૃશ્ય નહોતાં, પરંતુ છેલ્લે તેને સ્ક્રીન શૅર કરવાનો ચાન્સ મળ્યો હતો. તેની સાથે કામ કરવાના અનુભવ વિશે કપિલ શર્માએ પૂછતાં તિલોત્તમાએ કહ્યું કે ‘હું એક વાર અનિલ કપૂરના દૃશ્યનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે સેટ પર ગઈ હતી, જેથી તેમની સાથે કામ કરવાનો અનુભવ કેવો હોય એ જાણી શકું. મારે તેમની આસપાસનું વાતાવરણ કેવું હોય એ જાણવું હતું. તેમણે મને જોઈ કે હું તેમના દૃશ્યને ઑબ્ઝર્વ કરી રહી છું એટલે તેઓ મારી પાસે આવ્યા અને મારી પાસે ફીડબૅક માગ્યું. આટલા અનુભવી માણસને હું શું કહી શકું? મેં તેમને કહ્યું કે એ દૃશ્ય સારું હતું. તેમણે ફરી મને મારા વિચાર જણાવવાનું કહ્યું એટલે હું ત્યાંથી ગાયબ થઈ ગઈ અને સીધી મારા ઘરે જતી રહી હતી. હું ખૂબ નર્વસ થઈ ગઈ હતી. ઘણા દાયકાઓથી આપણને જે વ્યક્તિ એન્ટરટેઇન કરી રહ્યા હોય એ વ્યક્તિને આપણે શું કહી શકીએ. તેમના કામ અને પર્સનાલિટીની હું પ્રશંસક છું.’