નેટફ્લિક્સ પર આવી રહેલા આ શોમાં તે જર્નલિસ્ટ જાગૃતિ પાઠકનું પાત્ર ભજવી રહી છે
કરિશ્મા તન્ના
કરિશ્મા તન્નાનું કહેવું છે કે તેના માટે વેબ-સિરીઝ ‘સ્કૂપ’નું પાત્ર કરીઅર ચેન્જિંગ સાબિત થશે. નેટફ્લિક્સ પર આવી રહેલા આ શોમાં તે જર્નલિસ્ટ જાગૃતિ પાઠકનું પાત્ર ભજવી રહી છે. તે એક મહત્ત્વાકાંક્ષી ક્રાઇમ જર્નલિસ્ટ હોય છે જે એક હાઈ પ્રોફાઇલ મર્ડર કેસમાં ફસાઈ છે. ત્યાર બાદ અન્ડરવર્લ્ડમાં ઘણો કોલાહલ થાય છે. આ વેબ-શો સત્ય ઘટના પરથી હંસલ મહેતાએ બનાવ્યો છે જે બીજી જૂને સ્ટ્રીમ કરવામાં આવશે. તેના આ પાત્ર વિશે કરિશ્મા તન્નાએ કહ્યું કે ‘મારા માટે ‘સ્કૂપ’ ખૂબ જ ચૅલેન્જિંગ અનુભવ રહ્યો છે, જેણે મને મારી નવી ઊંચાઈ પર પહોંચવા માટે મદદ કરી છે. હું અલગ-અલગ પાત્રો ભજવવાની ઇચ્છા રાખી રહી હતી અને આ પાત્ર એનું જ રિઝલ્ટ છે. મેં જાગૃતિ પાઠકના પાત્ર માટે ખૂબ જ રિસર્ચ કર્યું છે અને મેં ડબલ મહેનત કરી છે. મને હંસલ મહેતા સાથે કામ કરવાની મજા આવી. તેમના ડિરેક્શન દ્વારા તેમણે મારી પાસે શ્રેષ્ઠ કામ કઢાવ્યું છે. તેમને કારણે જ હું જાગૃતિને ખૂબ જ પ્રામાણિકતાથી દેખાડી શકું છું. ‘સ્કૂપ’માં કામ કરવું એ ટીમ એફર્ટ છે. મને ખુશી છે કે મને એકદમ અદ્ભુત ટીમ સાથે કામ કરવાની તક મળી છે. આ પ્રોજેક્ટમાં અમે બધાએ અમારા પ્રાણ પૂરી દીધા છે અને આ ફાઇનલ પ્રોડક્ટ જોઈને મને એના પર ખૂબ જ ગર્વ છે. દર્શકો ‘સ્કૂપ’ની આ દુનિયાનો એક્સ્પીરિયન્સ કરે એ માટે હું આતુર છું.’

