Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > પંદરમી ઑગસ્ટે રિલીઝ થશે ‘તાલી’

પંદરમી ઑગસ્ટે રિલીઝ થશે ‘તાલી’

30 July, 2023 07:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુસ્મિતા સેન તેની આગામી વેબ-સિરીઝ ‘તાલી’માં શ્રી ગૌરી સાવંતની લડાઈ દેખાડશે. આ શો જિયો સિનેમા પર ૧૫ ઑગસ્ટે રિલીઝ થશે. આ સિરીઝ સત્ય ઘટના પર આધારિત છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


સુસ્મિતા સેન તેની આગામી વેબ-સિરીઝ ‘તાલી’માં શ્રી ગૌરી સાવંતની લડાઈ દેખાડશે. આ શો જિયો સિનેમા પર ૧૫ ઑગસ્ટે રિલીઝ થશે. આ સિરીઝ સત્ય ઘટના પર આધારિત છે. એ શોમાં તે ટ્રાન્સજેન્ડર ઍક્ટિવિસ્ટ ગૌરી સાવંતના રોલને સાકાર કરતી જોવા મળશે. એનું ટીઝર તેણે શૅર કર્યું છે. એમાં તેણે સાડી પહેરી છે, વાળમાં ગજરો લગાવ્યો છે, કપાળે મોટો ચાંદલો છે અને ગળામાં સાંઈબાબાનું પેન્ડન્ટ દેખાય છે. એ ટીઝરમાં સુસ્મિતા ખૂબ આક્રમક દેખાય છે. તે કહે છે કે ‘જિસે કોઈ હિજરા કહતા હૈ, કોઈ સોશ્યલ વર્કર, કોઈ નૌટંકી બુલાતા હૈ, કોઈ ગેમચેન્જર. યે કહાની ઇસી સફર કી હૈ. ગાલી સે તાલી તક. સ્વાભિમાન, સમ્માન, સ્વતંત્રતા... મુઝે યે તીનોં ચાહિએ.’


આ ટીઝરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુસ્મિતા સેને કૅપ્શન આપી હતી, ‘ગાલી સે તાલી તક કે સફર કી યે કહાની. ભારતના થર્ડ જેન્ડર માટે લડતી શ્રી ગૌરી સાવંતની લડાઈની આ સ્ટોરી છે. ૧૫ ઑગસ્ટે જિયો સિનેમા પર રિલીઝ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2023 07:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK