વુટ સિલેક્ટની આ વેબ-સિરીઝમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે ગૌરીને સમાજમાં પ્રતિષ્ઠા મળે છે
સુસ્મિતા સેન
સુસ્મિતા સેન આગામી વેબ-સિરીઝમાં ટ્રાન્સજેન્ડર ઍક્ટિવિસ્ટ ગૌરી સાવંતના રોલમાં દેખાવાની છે. વુટ સિલેક્ટની આ વેબ-સિરીઝમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે ગૌરીને સમાજમાં પ્રતિષ્ઠા મળે છે. સુસ્મિતાને આ કૅરૅક્ટર ખૂબ ગમી ગયું છે. તેનું પાત્ર સાહસી, દિલથી ઉદાર અને સ્ટ્રૉન્ગ છે, જે તમામ પડકારોને મહાત આપીને ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીના અધિકાર માટે લડત આપે છે. ગૌરી સાવંતની આ સ્ટોરીથી તે ખૂબ પ્રભાવિત થઈ હતી. છ એપિસોડની આ સિરીઝમાં તેની લાઇફ પર પ્રકાશ પાડવામાં આવશે. ગૌરી સાવંત એક એનજીઓ ચલાવે છે, જેના માધ્યમથી ટ્રાન્સજેન્ડરનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. નવેમ્બરના એન્ડમાં સિરીઝનું શૂટિંગ શરૂ થશે.

