આ વેબ-સિરીઝને અર્જુન સિંહ બરણ અને કાર્તિક ડી. નિશાંદર ડિરેક્ટ કરી રહ્યા છે
સુસ્મિતા સેન
સુસ્મિતા સેને ‘તાલી’ને હા પાડવા માટે છ મહિનાનો સમય લીધો હતો. આ વેબ-સિરીઝને અર્જુન સિંહ બરણ અને કાર્તિક ડી. નિશાંદર ડિરેક્ટ કરી રહ્યા છે. આ શોમાં સુસ્મિતા ગૌરી સાવંતનું પાત્ર ભજવી રહી છે. ટ્રાન્સજેન્ડરના આ પાત્ર માટે તેણે ખૂબ જ મહેનત કરી હતી અને એ માટે કોઈ કચાશ નથી છોડી. ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને ત્રીજી જેન્ડર જાહેર કરવા માટે ગૌરી સાવંતે કરેલી પીઆઇએલ ખૂબ જ મહત્ત્વની હતી. આ વિશે અર્જુન અને કાર્તિકે જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે ‘સ્ક્રિપ્ટને ઓકે કરવા માટે સુસ્મિતાએ છ મહિનાનો સમય લીધો હતો. તેણે સ્ક્રિપ્ટને મોઢે કરી લીધી હતી. આથી શૂટ દરમ્યાન અમે જ્યારે પણ લાઇન ચેન્જ કરતા તો તે અમને કહેતી કે ઓરિજિનલ સ્ક્રિપ્ટમાં આ નહોતું. તે તેનું હોમવર્ક ખૂબ જ સારી રીતે કરીને આવી હતી. તેણે મરાઠી ડિક્શન અને વૉઇસ મૉડ્યુલેશન પર પણ ખૂબ જ કામ કર્યું હતું.’