પંજાબી રૅપર-સિંગર એપી ઢિલ્લનની ડૉક્યુ-સિરીઝ ‘એપી ઢિલ્લન : ફર્સ્ટ ઑફ અ કાઇન્ડ’ હવે અઢારમી ઑગસ્ટે પ્રીમિયર થવાની છે. આ સિરીઝને જય અહમદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
એપી ઢિલ્લન
પંજાબી રૅપર-સિંગર એપી ઢિલ્લનની ડૉક્યુ-સિરીઝ ‘એપી ઢિલ્લન : ફર્સ્ટ ઑફ અ કાઇન્ડ’ હવે અઢારમી ઑગસ્ટે પ્રીમિયર થવાની છે. આ સિરીઝને જય અહમદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને એમાં ચાર એપિસોડ છે. અમ્રિતપાલ સિંહ ઢિલ્લન કેવી રીતે એપી ઢિલ્લન બન્યો હતો અને પોતાના દમ પર તે કેવી રીતે દુનિયાભરમાં જાણીતો બન્યો એની સ્ટોરી દેખાડવામાં આવશે. પંજાબના ગુરદાસપુરથી તેની સ્ટોરી શરૂ થાય છે અને એ બ્રિટિશ કોલમ્બિયા અને કૅનેડાની સાથે દુનિયાના ઘણા દેશોમાં તેની મ્યુઝિક સફરને દેખાડશે. આ એક મોટિવેશનલ જર્ની છે અને એમાં એપી ઢિલ્લનના ફ્રેન્ડ્સ અને ફૅમિલીના ઇન્ટરવ્યુ પણ જોવા મળશે. તેની લાઇફની કેટલીક એક્સક્લુઝિવ કન્ટેન્ટને આ સિરીઝમાં જોઈ શકાશે. એપી ઢિલ્લન ફક્ત ઇન્ડિયામાં જ નહીં, પરંતુ કૅનેડા અને લંડનમાં પણ ખૂબ જ ફેમસ થયો છે. તેનાં ગીત ઘણાં ધૂમ મચાવી રહ્યાં છે. બૉલીવુડની ઘણી પાર્ટીઓમાં પણ તે હૉટ ફેવરિટ બન્યો હતો. કરીના કપૂર ખાનથી લઈને અત્યારની જનરેશનની દરેક ઍક્ટ્રેસ તેની ફૅન છે. તે યુવાનોમાં પણ ખૂબ જ ફેમસ છે, કારણ તે તેમની લૅન્ગ્વેજ બોલે છે. એટલે કે તેમના દિલની વાત તેનાં ગીતોમાં લાવે છે. તેમ જ તે અન્ય કોઈ સિંગરની કૉપી નથી કરતો કે રીમિક્સ ગીત પર ફોકસ નથી કરતો. આ ડૉક્યુ-સિરીઝ હવે પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થવાની છે.