શોની સ્ટોરીમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે એક પોલીસ-ઑફિસર પોતાની જવાબદારીની સાથે ફરજ પણ નિભાવે છે.
શ્વેતા ત્રિપાઠી
શ્વેતા ત્રિપાઠી જ્યારે વેબ-સિરીઝ ‘કાલકુટ’ માટે મેકઅપ કરી રહી હતી ત્યારે તે ખૂબ ઇમોશનલ બની ગઈ હતી. આ શોમાં તે ઍસિડ-અટૅક સર્વાઇવરના રોલમાં જોવા મળશે. જિયો સિનેમા પર આ શો ટૂંક સમયમાં રિલીઝ થશે. એમાં તેની સાથે વિજય વર્મા, સીમા બિસ્વાસ, યશપાલ વર્મા અને ગોપાલ દત્ત પણ જોવા મળશે. શોની સ્ટોરીમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે એક પોલીસ-ઑફિસર પોતાની જવાબદારીની સાથે ફરજ પણ નિભાવે છે. શો માટે શ્વેતા મેકઅપ કરતી હતી ત્યારે તે ઇમોશનલ થઈ ગઈ હતી. એ વિશે શ્વેતાએ કહ્યું કે ‘હું આ શોમાં ઍસિડ-અટૅક સર્વાઇવરના રોલમાં દેખાવાની હોવાથી એ પાત્રની ગ્રેવિટી અને સ્ટોરી ખૂબ નાજુક હતી. મેકઅપ ટેસ્ટ દરમ્યાન સર્વાઇવર તરીકેનું મારું ટ્રાન્સફૉર્મ જોઈને હું ખૂબ ઇમોશનલ થઈ ગઈ હતી. મારી આંખમાંથી આંસુ અટકતાં નહોતાં. જે સર્વાઇવર્સ છે તેમની પીડા હું મહેસૂસ કરી શકતી હતી. મને એ વખતે ખૂબ મોટી જવાબદારી ભજવવાનો એહસાસ થયો. અમારે એ સ્ટોરીને ન્યાય આપવાનો હતો. આખી ટીમના ધૈર્યનો, તેમણે કરેલા સપોર્ટનો અને મારા પર રાખવામાં આવેલા વિશ્વાસનો હું દિલથી આભાર માનું છું. તમારું સમર્પણ અને મારા પરના ભરોસાને કારણે જ હું મારા પાત્રમાં ઊંડે સુધી ઊતરી શકી અને તેની સ્ટોરીને સાકાર કરી શકી.’