તેણે અનેક ફિલ્મો અને વેબ-સિરીઝમાં કામ કર્યું છે. તેણે બે શૉર્ટ ફિલ્મ્સને ડિરેક્ટ કરી હતી
શેફાલી શાહ
શેફાલી શાહનું કહેવું છે કે તે ઍક્ટિંગને એન્જૉય કરતી હોવાથી તેને હાલમાં તો ડિરેક્શનમાં હાથ અજમાવવામાં કોઈ રસ નથી. તેણે અનેક ફિલ્મો અને વેબ-સિરીઝમાં કામ કર્યું છે. તેણે બે શૉર્ટ ફિલ્મ્સને ડિરેક્ટ કરી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે એક ફુલ-ફ્લેજ ફિલ્મને ડિરેક્ટ કરવા માગે છે. એનો જવાબ આપતાં શેફાલીએ કહ્યું કે ‘હું ખરેખર ડિરેક્ટ કરવા માગીશ. મેં બે શૉર્ટ ફિલ્મ્સ ડિરેક્ટ કરી હતી. જોકે હાલમાં તો હું એક ઍક્ટર તરીકેના મારા તબક્કાને એન્જૉય કરી રહી છું. મેં ‘હ્યુમન’, ‘જલસા’ અને ‘ડાર્લિંગ્સ’માં કામ કર્યું હતું. હું મારા હાલના તબક્કામાં ખુશ છું. એથી મને નથી લાગતું કે કંઈક ડિરેક્ટ કરવા તરફ મારે વળવું જોઈએ. હું જ્યારે ડિરેક્શનમાં ઊતરીશ તો એના સિવાય બીજું કોઈ કામ નહીં કરું, કેમ કે એ કામમાં ઊંડાણમાં ઊતરવું પડે છે. એમાં ઘણો સમય લાગે છે. હું જ્યારે પૂરી રીતે ડિરેક્શન કરવા માટે તૈયાર થઈશ તો એમાં પૂરતો સમય આપવાની મારી ઇચ્છા છે.’