હંસલ મેહતાની અપકમિંગ ક્રાઈમ ડ્રામા વેબ સીરિઝ `સ્કૂપ`નું ટ્રેલર સોમવારે રિલીઝ થઈ ગયું છે. કરિશ્મા તન્ના, પ્રોસેનજીત ચેટર્જી, હરમન બવેજા દ્વારા અભિનીત આ સીરિઝ બે જૂનના રોજ નેટફ્લિક્સ પર પ્રીમિયર માટે તૈયાર છે.
કરિશ્મા તન્ના (ફાઈલ તસવીર)
હંસલ મેહતાની (Hansal Mehta) અપકમિંગ ક્રાઈમ ડ્રામા વેબ સીરિઝ `સ્કૂપ`નું ટ્રેલર સોમવારે રિલીઝ થઈ ગયું છે. કરિશ્મા તન્ના (Karishma Tanna), પ્રોસેનજીત ચેટર્જી, હરમન બવેજા દ્વારા અભિનીત આ સીરિઝ બે જૂનના રોજ નેટફ્લિક્સ પર પ્રીમિયર માટે તૈયાર છે. આ વેબસીરિઝમાં ગુજરાતી અભિનેત્રી કરિશ્મા તન્ના એક ક્રાઈમ રિપૉર્ટરની ભૂમિકા ભજવી રહી છે. આ વેબ સીરિઝમાં કરિશ્મા તન્ના લીડ રોલમાં જોવા મળશે. ટ્રેલર દર્શકો દ્વારા ખૂબ જ લકોપ્રિય થયું છે.
ટ્રેલરમાં જોઈ શકાય છે કે સમાચાર લખતી પત્રકાર જાગૃતિ પોલીસ, અંડરવર્લ્ડ અને મીડિયાની સાંઠગાંઠમાં ફસાયેલી છે. એક ફોન કૉલ ઘટનાઓની એક સીરિઝને સેટ કરે છે. ટ્રેલરમાં કરિશ્મા તન્નાના ખૂબ જ સફળ ક્રાઈમ રિપૉર્ટ્સ તરીકે બતાવવામાં આવી છે. તેના પત્રકારત્વના લોકો ખૂબ જ વખાણ કરે છે. ટ્રેલર જોઈને એ પણ સમજાઈ જાય છે કે કરિશ્માને એક મર્ડરના આરોપમાં જેલમાં બંધ કરી દેવામાં આવે છે.
ADVERTISEMENT
View this post on Instagram
વેબ સીરિઝ સ્કૂપ રિયલ લાઈફ સ્ટોરી પર બેઝ્ડ છે. આમાં કરિશ્મા તન્ના સિવાય પ્રોસેનજીત ચેટર્જી અને હરમન બાવેજા પણ મહત્વની ભૂમિકાઓમાં છે. જણાવવાનું કે કરિશ્માએ `ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી` દ્વારા ટેલીવિઝન જગતમાં ડેબ્યૂ કર્યો હતો. ત્યાર બાદ કરિશ્માએ બૉલિવૂડમાં એન્ટ્રી કરી. તે ખૂબ જ બેહતરીન એક્ટ્રેસ છે, સ્કૂપનું ટ્રેલર જોયા બાદ આ વેબ સિરીઝમાં કરિશ્માની એક્ટિંગના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.
આ પણ વાંચો : Indigo: ઍરહૉસ્ટેસ મા-દીકરીની એક જ ફ્લાઈટમાં ડ્યૂટિનો માતૃદિવસે સંજોગ, જુઓ વીડિયો
વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે નાના શહેરમાં એક પત્રકારને પોતાનો જીવ જોખમમાં મૂકીને ક્રાઈમ રિપૉર્ટિંગ કરવામાં આવે છે. આમાં ન્યૂઝરૂમ અને ક્રાઈમ રિપૉર્ટ્સના સ્ટ્રગલ બતાવવામાં આવ્યું છે. જે સ્કેમ 1992ના ચાહકો છે તેઓ આ સીરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.