થોડા દિવસ પહેલાં તેણે વિજય દેવરાકોન્ડા સાથેની ‘ખુશી’નું શૂટિંગ પૂરું કર્યું છે
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુએ તેની ‘સિટાડેલ’નું શૂટિંગ પૂરું કર્યું છે. થોડા દિવસ પહેલાં તેણે વિજય દેવરાકોન્ડા સાથેની ‘ખુશી’નું શૂટિંગ પૂરું કર્યું છે. ફિલ્મ બાદ તેણે વરુણ ધવન સાથેની વેબ-સિરીઝનું પણ શૂટિંગ પૂરું કર્યું છે. આ શોનું શૂટિંગ તે ઘણા સમયથી કરી રહી હતી. તેણે તમામ કમિટમેન્ટ પૂરાં કર્યાં છે અને તે હવે તેની હેલ્થને લઈને એક લાંબો બ્રેક લઈ રહી છે. તેને ઑટોઇમ્યુન કન્ડિશન માયોસાઇટિસની બીમારી છે. આ બીમારીને લઈને તે હવે લગભગ એક વર્ષ સુધી તેના કામમાંથી બ્રેક લઈ રહી છે. તે બ્રેક લે એ પહેલાં ઇન્સ્ટાસ્ટોરી પર પોતાનો ફોટો શૅર કરીને સમન્થાએ લખ્યું હતું કે ‘જુલાઈની ૧૩ મારા માટે હંમેશાં સ્પેશ્યલ રહેશે. ‘સિટાડેલ’નું શૂટિંગ પૂરું થયું છે.’