‘પુષ્પા : ધ રાઇઝ’માં ‘ઉ અન્ટવા માવા ઉ ઉ અન્ટવા માવા’ ગીત પર ડાન્સ કરીને દેશભરમાં પ્રખ્યાત થઈ ગયેલી ૩૭ વર્ષની સમન્થા રુથ પ્રભુએ દિવાળીના દિવસો રાજસ્થાનમાં સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડા નામના અતિ વૈભવી રિસૉર્ટમાં પસાર કર્યા.
સમન્થા રુથ પ્રભુ
‘પુષ્પા : ધ રાઇઝ’માં ‘ઉ અન્ટવા માવા ઉ ઉ અન્ટવા માવા’ ગીત પર ડાન્સ કરીને દેશભરમાં પ્રખ્યાત થઈ ગયેલી ૩૭ વર્ષની સમન્થા રુથ પ્રભુએ દિવાળીના દિવસો રાજસ્થાનમાં સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડા નામના અતિ વૈભવી રિસૉર્ટમાં પસાર કર્યા. આ રિસૉર્ટ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ચૌથ કા બરવાડા નામના નગરમાં આવેલો છે. ૧૪મી સદીના કિલ્લાને આલીશાન રિસૉર્ટમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે. એક તરફ સમન્થાનો ભૂતપૂર્વ પતિ, તેલુગુ ઍક્ટર નાગ ચૈતન્ય ઍક્ટ્રેસ સોભિતા ધુલિપાલા સાથે બીજાં લગ્નની તૈયારી કરી રહ્યો છે એવા સમયે સમન્થા આ વેકેશન માણીને તેની આગામી વેબ-સિરીઝ ‘સિટાડેલ : હની બની’ની રિલીઝ માટે સજ્જ થઈ છે. પ્રાઇમ વિડિયો પર ૭ નવેમ્બરે આવનારી આ સિરીઝમાં સમન્થાની સાથે વરુણ ધવન છે. હકીકતમાં આ સિરીઝ પ્રિયંકા ચોપડાને ચમકાવતી અમેરિકન સિરીઝ ‘સિટાડેલ’ની પ્રીક્વલ છે, એટલે કે પ્રિયંકાની સિરીઝમાં જે વાર્તા હતી એની પહેલાંની વાર્તા વરુણ-સમન્થાની હિન્દી સિરીઝમાં છે.