ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થનાર ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે.
ઍક્શન સીક્વન્સનો એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોહિતે કૅપ્શન આપી હતી, ‘ટ્રેનનું ઍક્શન સીક્વન્સનું શૂટિંગ કરતી વખતે મને ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના દિવસોની યાદ આવી ગઈ છે
રોહિત શેટ્ટીને તેની ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના દિવસોની યાદ આવી ગઈ છે. તેની વેબ-સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ના શૂટિંગ દરમ્યાન તેને એ ફિલ્મની યાદ આવી છે. તેઓ આ વેબ-સિરીઝ માટે ટ્રેનની ઍક્શન સીક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા અને તેને એ ફિલ્મ યાદ આવી ગઈ છે. એના શૂટિંગ દરમ્યાન હાલમાં જ રોહિત શેટ્ટીને હાથમાં ઈજા થઈ છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થનાર ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે. ઍક્શન સીક્વન્સનો એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોહિતે કૅપ્શન આપી હતી, ‘ટ્રેનનું ઍક્શન સીક્વન્સનું શૂટિંગ કરતી વખતે મને ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના દિવસોની યાદ આવી ગઈ છે.’ તો આ જ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થ મલ્હોત્રાએ કૅપ્શન આપી હતી, રોહિત શેટ્ટી એક નંબર ટીમ. ઍક્શનનું શૂટિંગ કરી રહ્યા છીએ.’