શોભાના પૂતળા સમાન રોલ્સ નથી કરવા રોહન મેહરાને
રોહન મેહરા
વેબ-સિરીઝ ‘ક્રૅશ’માં જોવા મળનાર રોહન મેહરાને એવા રોલ્સ નથી કરવા જે માત્ર શોભાના પૂતળા સમાન હોય. તે ટેલિવિઝનમાં કામ કરવા તૈયાર છે. જોકે એમાં મેલ-ફીમેલને સમાન સ્ક્રીન ટાઇમ મળવો જોઈએ એવી તેની ઇચ્છા છે. તેણે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘સસુરાલ સિમર કા’માં કામ કર્યું હતું. ટીવી વિશે રોહને કહ્યું હતું કે ‘ટીવી મારો પહેલો પ્રેમ છે. એને હું હંમેશાં પ્રેમ કરતો રહીશ. જો મને મારી પસંદ પ્રમાણેનો રોલ મળશે કે જેમાં મને મારી ઍક્ટિંગ દેખાડવા મળશે તો હું એ સ્વીકારીશ. હું ગર્લ ઓરિએન્ટેડ શોમાં કામ નથી કરવા માગતો કે જેમાં છોકરાઓ માત્ર શોભાનાં પૂતળાં હોય છે. શો યુવાઓને પ્રભાવિત કરનારો હોવો જોઈએ. સાથે જ મેલ-ફીમેલ બન્નેને એકસરખો સ્ક્રીન ટાઇમ મળે.’

