આ વેબ-સિરીઝને સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા છે
રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢાએ ‘હીરામંડી’ માટે કથકની ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે. આ વેબ-સિરીઝને સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા છે. બાળપણમાં તે કથક શીખી હતી. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની આ સિરીઝમાં સોનાક્ષા સિંહા, અદિતિ રાવ હૈદરી, ફરદીન ખાન, મનીષા કોઇરાલા અને પરેશ પાહુજા પણ જોવા મળશે. ક્લાસિકલ ડાન્સ વિશે રિચા ચઢ્ઢાએ કહ્યું કે ‘મેં બાળપણમાં દસ વર્ષ સુધી પંડિત અભય શંકર મિશ્રા પાસે કથકની તાલીમ લીધી હતી. બાદમાં લાઇફ આગળ વધતી ગઈ અને ડાન્સ પ્રત્યેનો પ્રેમ પાછળ છૂટતો ગયો. મને એ વાતનો ડર હતો કે અન્ય આર્ટની જેમ હું એને ભૂલી જઈશ, કેમ કે એ બધું પ્રૅક્ટિસ પર નિર્ભર કરે છે. એવું લાગે છે કે હું સ્વિમિંગ કરી રહી છું અને વિચારું છું કે શું લાઇફ જૅકેટ વગર હું તરી શકીશ? મને એવું લાગે છે કે ડાન્સમાં એટલી ક્ષમતા હોય છે કે તે વ્યક્તિને કનેક્ટેડ, વિનમ્ર, આત્મવિશ્વાસુ અને ખુશ રાખે છે. હલનચલન એક દવા જેવું છે. આશા છે કે આ વર્ષે હું મારા ગુરુ પંડિત રાજેન્દ્ર ચતુર્વેદીના સાંનિધ્યમાં ડાન્સમાં ડિગ્રી લઈ શકીશ.’