વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૯ ડિસેમ્બરે આ સિરીઝ રિલીઝ થવાની છે.
રણદીપ હૂડા
રણદીપ હૂડાનું કહેવું છે કે રિયલ લોકેશન પર શૂટિંગ કરવાથી આપણો પર્ફોર્મન્સ નીખરે છે. તે જલદી ‘કૅટ’ સિરીઝમાં દેખાવાનો છે. આ એક ક્રાઇમ-થ્રિલર છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૯ ડિસેમ્બરે આ સિરીઝ રિલીઝ થવાની છે. પંજાબના એક નિર્દોષ વ્યક્તિની એમાં સ્ટોરી દેખાડવામાં આવશે કે કેવી રીતે તે ષડ્યંત્રનો ભોગ બને છે. રિયલ લોકેશન પર શૂટિંગ કરવા વિશે રણદીપે કહ્યું કે ‘રિયલ લોકેશન પર તમે શૂટિંગ કરો તો તમારા પર્ફોર્મન્સને ખૂબ સારી રીતે નિખારે છે. મોટા ભાગનો સમય તમે એ કન્ટેન્ટ માટે બનાવવામાં આવેલા સેટ પર પસાર કરો છો. શૂટિંગ માટે સેટ પર જવું, પાછા આવવું અને એ સમય દરમ્યાન તમે એ ચોક્કસ પ્રકારના વાતાવરણ, લોકોની પરંપરા, ત્યાંની સ્થાનિક ભાષા અથવા લોકોના ઉચ્ચારથી ઘેરાયેલા હો છો. આ બધી વસ્તુઓ તમને એની અંદર ઊંડા ઉતારે છે અને તમે તમારા પાત્ર પર પૂરી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. ‘કૅટ’માં પણ અમે ઘણાબધા લોકલ ઍક્ટર્સને સપોર્ટિંગ રોલ માટે કાસ્ટ કર્યા છે. તેમની સાથે કામ કરવું અને તેમની એનર્જીનો અનુભવ કરવો એ ઇન્ટરેસ્ટિંગ છે, એથી સિરીઝમાં મારા કૅરૅક્ટરને સારી રીતે સમજવામાં મને ખૂબ મદદ મળી હતી.’