જીનલ બેલાણીની વેબસીરિઝ તીખી મીઠી લાઇફનો ફર્સ્ટ લૂક રિલીઝ
તસવીર સૌજન્ય જીનલ બેલાણી ઇન્સ્ટાગ્રામ
11 ડિસેમ્બરના રિલીઝ થનારી વેબ સીરિઝ તીખી મીઠી લાઇફનો ફર્સ્ટ લૂક જીનલ બેલાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યો છે અને સાથે જ તેમણે આ વેબસીરિઝનો પોસ્ટર પણ શૅર કર્યો છે.
જીનલ બેલાણી, મુની ઝાં અને ભૌમિક સમ્પત સ્ટારર વેબ સીરિઝ તીખી મિટ્ઠી લાઇફ 11 ડિસેમ્બરના રોજ સીટીશોર ડૉટ ટીવી પર રિલીઝ કરવામાં આવી રહી છે. આ વેબસીરિઝ જીવનની મીઠી અને તીખી ક્ષણોને દર્શાવતી સીરિઝ છે. આ વેબસીરિઝ જીનલ બેલાણી અને ભૌમિક સમ્પતે મળીને પ્રૉડ્યૂસ કરી છે. અને વેબસીરિઝના ડિરેક્ટર વૈભવ કાર્લેકર છે. આ વેબસીરિઝ ગુજરાતી વેબસીરિઝ છે અને તેમાં પિતા પુત્રના સંબંધો પણ દર્શાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
જીનલ બેલાણીએ પોતે આ વેબસીરિઝનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે અને આ લૂક શૅર કરતાની સાથે જ આ વેબસીરિઝની ચાહકો ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
View this post on Instagram
તીખી મીઠ્ઠી લાઇફમાં ભૌમિક સમ્પત, જીનલ બેલાણી અને મુની ઝાં મુખ્ય પાત્રમાં જોવા મળશે. જીનલ બેલાણી અને ભૌમિક સમ્પતે મળીને વેબસીરિઝ પ્રૉડ્યુસ કરી છે તો વૈભવ કાર્લેકરે ડિરેકટ કરી છે. જ્યારે તપન વ્યાસ ડીઓપી રહ્યા છે. સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ્સ જીનલ બેલાણીના છે. જ્યારે મ્યૂઝિક અને બૅકગ્રાઉન્ડ ભાવેશ શાહે આપ્યું છે. લિરિક્સ વૈશાખ રતનબહેનના છે તો સિંગર ફરહાદ ભિવંડીવાલાનું છે. રાકેશ સોની એડિટર છે, ખુશ આનંદ સાઉન્ડ ડિઝાઇનિંગ કર્યું છે તો સાઉન્ડ મિક્સિંગનું કામ હિતેશ ઉદાણીએ કર્યું છે. આર્ટ ડિરેક્ટર કુંજ ઠક્કર, લાઇન પ્રૉડ્યુસર દીપક શેખર અને મેકઅપ ભૂમિકા મોજીદ્રા, કોસ્ચ્યૂમ હીના પટેલ, ગ્રેડિંગ અને ઓનલાઇન ઑગસ્ટાઇન નોરોન્હા પબ્લિસીટિ ડિઝાઇન મેહુલ ઝોલાપુરા અને સ્ટીલ્સ ધનરાજ તિરકરે આપ્યું છે.

