પ્રિયંકા તેના હસબન્ડ અમેરિકન સિંગર નિક જોનસ અને દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે મુંબઈ આવી છે
વિદેશી હીરો, દેસી ગર્લ
પ્રિયંકા ચોપડા જોનસની આગામી સિરીઝ ‘સિટાડેલ’ના સ્ક્રીનિંગમાં અનેક સિતારાઓ ઊમટી પડ્યા હતા. આ સિરીઝમાં તેની સાથે રિચર્ડ મૅડન પણ જોવા મળશે. આ સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૨૮ એપ્રિલે ઇંગ્લિશ, હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થવાની છે. પ્રિયંકા તેના હસબન્ડ અમેરિકન સિંગર નિક જોનસ અને દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે મુંબઈ આવી છે. મુંબઈ આવીને ઍરપોર્ટ પર તેણે મીડિયાને તેની દીકરીની ઝલક દેખાડી હતી. બૉલીવુડથી દૂર પ્રિયંકા હવે હૉલીવુડમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે. ‘સિટાડેલ’ના પ્રમોશનમાં તે હાલમાં વ્યસ્ત છે. એના સ્ક્રીનિંગમાં પ્રિયંકાએ પ્રિન્ટેડ બ્લુ ગાઉન પહેર્યું હતું. તેના કો સ્ટાર રિચર્ડ સાથે તેણે એન્ટ્રી મારી હતી. રિચર્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘અહીં જોવા જેવું કાંઈ નથી. માત્ર નાદિયા અને મૅસન સ્ક્રીનિંગ બાદ મુંબઈમાં પોતાનો પ્રેમ શૅર કરી રહ્યાં છે.’

