આ સ્ટોરી દ્વારા દર્શકોને તેમની આસપાસ થતા ક્રાઇમ વિશે જાગરૂક કરવામાં આવશે
પ્રતીક ગાંધી
પ્રતીક ગાંધી ‘ક્રાઇમ્સ આજ કલ’ની ત્રીજી સીઝનને હોસ્ટ કરી રહ્યો છે. આ સ્ટોરી દ્વારા દર્શકોને તેમની આસપાસ થતા ક્રાઇમ વિશે જાગરૂક કરવામાં આવશે. દરેક એપિસોડને સત્ય ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવશે. આ શો હાલમાં ઍમૅઝૉન મિનીટીવી પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. આ શોને તે ફરી હોસ્ટ કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં પ્રતીક ગાંધીએ કહ્યું હતું કે ‘આ શોની છેલ્લી સીઝન ખૂબ જ હિટ રહી હતી અને એથી જ મને એને ફરી હોસ્ટ કરવા માટે મોટિવેશન મળ્યું હતું. આ સિરીઝ ખૂબ જ રસપ્રદ હોવાની સાથે માહિતીથી ભરપૂર પણ છે. આ શો જોયા બાદ દર્શકો પણ વિચારતા થઈ જશે. આ સ્ટોરીના દરેક એપિસોડ દ્વારા દર્શકોને રિયલિટી અને સત્ય વિશે માહિતી મળશે. હું આશા રાખી રહ્યો છું કે પહેલી બે સીઝનની જેમ પણ દર્શકો ત્રીજી સીઝનને પસંદ પડશે.’