Netflix release: કિયારા અડવાણીની 'ગિલ્ટી'નું ટ્રેઇલર, બળાત્કારની કથા
તસવીર સૌજન્ય-યૂ ટ્યુબ પેજ/નેટફ્લિક્સ
નેટફ્લિક્સ પર ફરી એકવાર કરણ જોહરનું પ્રોડક્શન હાઉસ કિયારા અડવાણીને લઇને એક બોલ્ડ સબજેક્ટની આસપાસ વણાયેલી ફિલ્મ લઇને આવી રહ્યા છે. ક્રાઇમ પણ એક પ્રકારની નફ્ફ્ટ બોલ્ડનેસ જ કહેવાય. 'ગિલ્ટી'ફિલ્મના ટ્રેઇલરમાં બળાત્કાર, એક રાતની વાત, જુવાનિયાઓમાં બદલાની ભાવના દેખાય છે. કિયાર અડવાણી એક બિંધાસ્ત અને કુલ છોકરીનાં અવતારમાં જોવા મળશે જેને માટે તેના મિત્રો અને બેન્ડ જિંદગીનો બહુ અગત્યનો હિસ્સો છે.
ટ્રેઇલર જોઇએ તો કિયારાનું પાત્ર ઓપન રિલેશનશીપ, સ્મોકિંગ અપ, મ્યુઝિકમાં મસ્ત રહેવાનું પસંદ કરે છે એ દેખાઇ આવે છે. કિયારા આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવે છે અને તેની પર બળાત્કાર થાય છે પછી તે કઇ રીતે ન્યાય મેળવવા પ્રયત્ન કરે છે અને ત્યારે શું થાય છે તેની આસપાસ આ ફિલ્મની કથા વણાયેલી છે.
ADVERTISEMENT
બૉલીવુડમાં આ પહેલાં પણ ભુમી, કાબિલ, સેક્શન 375, માતૃ જેવી ફિલ્મો આવી છે જેમાં બળાત્કારના મુ્દ્દાને કેન્દ્રમાં રખાયો છે. 'ગિલ્ટી' આ બધી ફિલ્મોથી કેટલી અલગ હશે એ તો જોયે ખબર પડશે.
6 માર્ચે નેટફ્લિક્સ પર રિલિઝ થનારી આ ફિલ્મમાં કઇ રીતે બળાત્કાર, હિંસા અને ન્યાયની પેચીદગી દર્શાવાઇ છે તે જોવું રહ્યું.