તે વેબ-શો ‘દહાડ’માં પોલીસ-ઑફિસરના પાત્રમાં જોવા મળી છે.
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાનું કહેવું છે કે યુનિફૉર્મ પહેરતાંની સાથે જ આસપાસનું બધું બદલાઈ જાય છે. તે વેબ-શો ‘દહાડ’માં પોલીસ-ઑફિસરના પાત્રમાં જોવા મળી છે. આ વિશે સોનાક્ષીએ કહ્યું કે ‘આ પાત્રની ઘણી ચૅલેન્જિસ હતી. બોલવાની નવી ઢબ શીખવી, બાઇક ચલાવતાં શીખવું અને જુડો શીખવું વગેરે મેં પહેલી વાર કર્યું હતું. આ ઇન્ટેન્સ વર્કશૉપને કારણે જ હું સારું પર્ફોર્મ કરી શકી છું અને પાત્ર સાથે રિલેટ કરી શકી છું. મારે આ પાત્ર ખૂબ જ પ્રામાણિકતાથી ભજવવું હતું. એક વાર યુનિફૉર્મ પહેરી લેતી પછી બધું બદલાઈ જતું હતું. ઑટોમૅટિક પાવર અને ઑથોરિટીનો એહસાસ થવા લાગતો હતો. ત્યાર બાદ બધું પાર પડતું ગયું.’