આ શોની જાહેરાત હાલમાં જ મુંબઈમાં કરવામાં આવી છે
નસીરુદ્દીન શાહ
નસીરુદ્દીન શાહ હવે ‘તાજ - ડિવાઇડેડ બાય બ્લડ’માં કિંગ અકબરના રોલમાં જોવા મળશે. આ શોમાં અદિતિ રાવ હૈદરી અનારકલીના પાત્રમાં, આશિમ ગુલાટી પ્રિન્સ સલીમના રોલમાં, પ્રિન્સ મુરાદના રોલમાં તાહા શાહ, પ્રિન્સ દાનિયાલના રોલમાં શુભમ કુમાર મેહરા, ક્વીન જોધાબાઈ બનશે સંધ્યા મૃદુલ, ક્વીન સલીમા બનશે ઝરીના વહાબ, મેહરુન્નિસાના રોલમાં સૌરાસેની મિત્રા, મિર્ઝા હકીમના રોલમાં રાહુલ બોઝ અને શેખ સલીમ ક્રિસ્ટીના રોલમાં ધર્મેન્દ્ર જોવા મળશે. આ શોને રોનાલ્ડ સ્કેલ્પેલો ડિરેક્ટ કરશે. આ શોની જાહેરાત હાલમાં જ મુંબઈમાં કરવામાં આવી છે. આ રાજાશાહીમાં જે પણ અત્યાચાર થયા છે એ અને એની સુંદરતાને દેખાડવામાં આવશે. પાવરની લહાયમાં પરિવારના સદસ્યો દ્વારા જ કેટલા ખતરનાક નિર્ણયો લેવામાં આવે છે એ પણ દેખાડવામાં આવશે. આ શોને Zee5 પર સ્ટ્રીમ કરવામાં આવશે.