શો ‘મેડ ઇન હેવન’ની બીજી સીઝનનો પોતાનો લુક શૅર કર્યો છે. એમાં ત્રણેય દુલ્હનના લિબાસમાં જોવા મળી રહી છે. આ શો દસ ઑગસ્ટે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાનો છે.
મૃણાલ ઠાકુર, રાધિકા આપ્ટે, શિબાની દાંડેકર
મૃણાલ ઠાકુર, રાધિકા આપ્ટે અને શિબાની દાંડેકરે તેમના શો ‘મેડ ઇન હેવન’ની બીજી સીઝનનો પોતાનો લુક શૅર કર્યો છે. એમાં ત્રણેય દુલ્હનના લિબાસમાં જોવા મળી રહી છે. આ શો દસ ઑગસ્ટે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાનો છે. દિલ્હીનાં સૌથી ભવ્ય લગ્નની આસપાસ શોની સ્ટોરી ફરવાની છે. આ શોમાં અર્જુન માથુર, જિમ સર્ભ, કલ્કી કોચલિન, શશાંક અરોરા, વિજય રાઝ, મોના સિંહ, ઈશ્વાક સિંહ અને શિવાની રઘુવંશી પણ જોવા મળશે. સાત એપિસોડની આ સિરીઝને અલંક્રિતા શ્રીવાસ્તવ, નીરજ ઘાયવાન, નિત્યા મેનન, રીમા કાગતી અને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આ ત્રણેયે કૅપ્શન આપી હતી, ‘આ કદી ન જોયો હોય એવો મારા અગત્યના દિવસનો ફોટો છે. ‘મેડ ઇન હેવન’ની બીજી સીઝન ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર દસ ઑગસ્ટે આવશે.’