રસિકા દુગલે કહ્યું કે ‘આખા વર્ષ દરમ્યાન ફિલ્મને જે પ્રકારે આવકાર મળ્યો છે એને લઈને હું ખુશ છું.
રસિકા દુગલ
રસિકા દુગલ નસીરુદ્દીન શાહને ગુરુ માને છે. પુણેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં જ્યારે તે સ્ટડી કરતી હતી ત્યારે નસીરુદ્દીન શાહ તેના ટીચર હતા એટલું જ નહીં, બન્નેએ શૉર્ટ ફિલ્મ ‘ધ મિનિએચરિસ્ટ ઑફ જૂનાગઢ’માં સાથે કામ કર્યું હતું. એની રિલીઝને એક વર્ષ થયું છે. એથી તેમના વિશે રસિકા દુગલે કહ્યું કે ‘આખા વર્ષ દરમ્યાન ફિલ્મને જે પ્રકારે આવકાર મળ્યો છે એને લઈને હું ખુશ છું. નસીર સા’બ સાથે કામ કરવાનું મને સન્માન મળ્યું છે. તેઓ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં મારા ગુરુ હતા અને એ વર્ષો દરમ્યાન તેઓ મારા પ્રેરણાસ્રોત પણ હતા. આ ફિલ્મ મારા હાર્ટમાં સ્પેશ્યલ સ્થાન રાખશે. આ ફિલ્મ બહોળા પ્રમાણમાં લોકો સુધી પહોંચી છે એ વાતની ખુશી છે.’