મનોજ બાજપેયીએ મારી બ્રેક
મનોજ બાજપયી
પહેલાં ઍમેઝૉન પ્રાઇમ પર ‘ધી ફૅમિલી મૅન’ અને હમણાં નેટફ્લિક્સ ઓરિજિનલ્સની ‘મિસિસ સિરિયલ કિલર’ ફિલ્મે મનોજ બાજપેયીની ડિમાન્ડ ડિજિટલ પ્લૅટફૉર્મ પર જબરદસ્ત વધારી દીધી છે, પણ વધી ગયેલી આ ડિમાન્ડ પછી મનોજ વધારે સજાગ થઈ ગયો છે અને તેણે પ્રોજેક્ટ પસંદ કરવાની સ્પીડ પણ સાવ ઘટાડી નાખી છે. મનોજ બાજપેયીએ કહ્યું કે ‘સક્સેસથી તમારે સજાગ થવાનું હોય. ઑડિયન્સ મને જુદાં-જુદાં કૅરૅક્ટરમાં જોવા માગે છે એ પુરવાર થયું હોય ત્યારે મારે કૅરૅક્ટર પસંદ કરવામાં ધ્યાન રાખવું જોઈએ. અત્યારે જેકોઈ ઑફર આવે છે એની સ્ક્રિપ્ટ ડિટેલમાં વાંચ્યા પછી જ હું નિર્ણય લઉં છું.’
મનોજ બાજપેયી ઑલરેડી અત્યારે ‘ધી ફૅમિલી મૅન’ની સેકન્ડ સીઝન પર કામ કરે છે અને ડિજિટલ પ્લૅટફૉર્મની નવી ૪ સ્ક્રિપ્ટ રિજેક્ટ કરી ચૂક્યો છે. મનોજ બાજપેયી કહે છે, ‘ડિજિટલ હોય કે ફિલ્મ હોય, એને માટેની મહેનત એકસરખી હોય છે. કોઈ પણ કન્ટેન્ટ જનરેટ કરતી વખતે એને માટે ખૂબ મહેનત લાગે છે એટલે એવું નથી હોતું કે ડિજિટલ કન્ટેન્ટ સરળતાથી બનતું હોય છે.’