ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર મલ્હાર ઠાકર પણ જિગ્ના વોરાના પુસ્તક અને તેના અનુભવો પરથી બનેલી સિરીઝ સ્કૂપમાં મહત્વનું પાત્ર ભજવી રહ્યો છે. તે વિશે તેણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે આમાં તેણે પોતાનો અનુભવ શૅર કર્યો છે.
Exclusive
હંસલ મેહતા અને મલ્હાર ઠાકરની તસવીરોનો કૉલાજ
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar) પણ જિગ્ના વોરાના પુસ્તક અને તેના અનુભવો પરથી બનેલી સિરીઝ સ્કૂપમાં (Scoop) મહત્વનું પાત્ર ભજવી રહ્યો છે. તે વિશે તેણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે આમાં તેણે પોતાનો અનુભવ શૅર કર્યો છે.
હંસલ મેહતાએ ડિરેક્ટ કરેલી Scoop, કરિશ્મા તન્ના (Karishma Tanna), પત્રકાર જિગ્ના વોરા હાલ સતત ચર્ચામાં છવાયેલા છે. જો તમે આ સિરીઝ જોઈ છે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સિરીઝમાં ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar) પણ જોવા મળે છે. આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં મલ્હાર ઠાકરે પોતાનો આ સિરીઝનો ભાગ બનવાનો અને કામ કરવાનો અનુભવ શૅર કર્યો છે તો જાણો મલ્હારે શું કહ્યું?
ADVERTISEMENT
મલ્હાર ઠાકરે (Malhar Thakar) ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે તેને આ સિરીઝમાં કામ કરવાની તક કેવી રીતે મળી. પોતાનો અનુભવ શૅર કરતા મલ્હાર ઠાકર જણાવે છે કે તેમને હંસલ મેહતાની ટીમ તરફથી ફોન આવ્યો અને તેમણે શૂટ માટે હા પાડી. આ શૂટ દરમિયાનના અનુભવ વિશે વાત કરતા મલ્હાર કહે છે કે, "મને ખાસ ખ્યાલ નહોતો કે આ શૂટ શેને માટેનું છે. મને ફોન આવ્યો કે તારા ફોટોઝ અને વીડિયોઝ અમને પસંદ પડ્યા છે જો તમે આવી શકો એમ હો તો. આ શૂટ માત્ર બે જ દિવસનું હતું. મને લાગ્યું કે કદાચ એડિટ થઈ જશે પણ આ જોયા પછી મને ખૂબ જ ગમ્યું છે. મને ઘણાં બધાં લોકો તરફથી કૉમ્પ્લિમેન્ટ્સ મળી રહ્યાં છે. ખરેખર આ સિરીઝ જોવા જેવી છે. ખાસ જોવી જોઈએ."
સ્કૂપમાં (Scoop) પાત્ર ભજવવા વિશે મલ્હાર ઠાકર (Malhar Thakar) જણાવે છે કે, "આ ફિલ્મના શૂટ દરમિયાન મને એટલી ખબર હતી કે સામે કરિશ્મા તન્ના છે અને આથી વધુ ખાસ કંઈ ખ્યાલ નહોતો. સિરીઝનું શૂટ પણ ખૂબ જ સિક્રેટિવ અને સોફેસ્ટિકેટેડ રીતે કરવામાં આવ્યું હતું. પણ મને શૂટ કરવાની મજા આવી. મારો સમય એ લોકોએ મેનેજ કરી આપ્યો અને મેં શૂટ કર્યું. મને અંદાજો નહોતો કે મારું પાત્ર આ રીતે હાઈલાઈટ થશે. મને તો એમ હતું કે આ એડિટિંગમાં કપાઈ જશે. પણ લોકોના પ્રતિભાવો સાંભળીને આ સિરીઝ (Scoop) જોઈને મને ખરેખર ખૂબ જ સારું લાગી રહ્યું છે." આની સાથે જ ઢોલીવૂડ સુપરસ્ટાર મલ્હાર ઠાકરે ગુજરાતી મિડ-ડે ડૉટકૉમનો પણ આભાર માન્યો છે.
આ પણ વાંચો : જ્યાં સુધી પરિણીતી ચોપરાના લગ્ન નહીં થાય ત્યાં સુધી હું આશા રાખી જ શકું! : મલ્હાર ઠાકર
મલ્હારને (Malhara Thakar) સ્કૂપમાં (Scoop) કામ કરવા બદલ ખરેખર સારા પ્રતિભાવો મળી રહ્યા છે તેથી તે ચાહકોનો આભાર માને છે. સાથે જ તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો મલ્હાર હાલ પોતાની આગામી ફિલ્મના શૂટમાં વ્યસ્ત છે. અમદાવાદમાં મલ્હારનું પોતાનું કૅફે પણ છે અહીં પણ તે ઘણીવાર જોવા મળે છે. ચાહકો અને મિત્રો મલ્હારને મળવા પણ ઘણીવાર તેના કૅફેમાં જતા હોય છે. હવે તો મલ્હાર, તેની ફિલ્મો અને તેનું કૅફે ટૉક ઑફ ધ ટાઉન બન્યા છે.
આ પણ જુઓ : એક `સ્કૂપ’ મેળવવા માટે પત્રકારે શું આ કિંમત ચૂકવવી પડે છે? - હંસલ મેહતા
સ્કૂપ વિશે વાત કરીએ તો જિગ્ના વોરાના પત્રકાર તરીકેના સ્વાનુભવો પર લખાયેલા તેમના પુસ્તક પરથી જાણીતા દિગ્દર્શક હંસલ મેહતાએ (Hansal Mehta) આ સિરીઝ બનાવી છે. આ સિરીઝમાં કરિશ્મા તન્ના (Karishma Tanna) મુખ્ય પાત્રમાં જોવા મળે છે. કેવી રીતે એક સ્કૂપ (Scoop) મેળવવા માટે પત્રકારે મેહનત કરવી પડે છે અને તે કેવા કેવા સંજોગોનો સામનો કરે છે તે કેવી રીતે પોતે ન કરેલા ગુનાની દોષી બને છે અને તેમાંથી નિર્દોષ છૂટ્યા બાદ પણ તેના નામે એ હૅશટૅગ રહી જાય છે તેની આ કહાણી એટલે સ્કૂપ (Scoop). આ વેબસિરીઝ (Web Series) તમને નેટફ્લિક્સ (netflix) પર જોવા મળી શકે છે.