મલ્હાર ઠાકર - માનસી પારેખની વેબસીરિઝ ડુ નોટ ડિસ્ટર્બ-2નું ટ્રેલર લૉન્ચ
ડુ નોટ ડિસ્ટર્બ 2
દર્શકોમાં લોકપ્રિય બનેલી મલ્હાર ઠાકર અને માનસી પારેખની જોડી પોતાના ચાહકો માટે ડુ નોટ ડિસ્ટર્બની બીજી સીઝન સાથે તૈયાર છે. આજે વેબસીરિઝનું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. ત્યારે જાણો આ સીઝનમાં શું છે નવું...
તાજેતરમાં જ વેબસીરિઝના ડિરેક્ટર સંદીપ પટેલે શૂટ શરૂ થયું ત્યારે તેમણે ટીમની તસવીર શૅર કરીને આ માહિતી આપી હતી કે લોકપ્રિય થયેલી ગુજરાતી વેબસીરિઝ ડુ નોટ ડિસ્ટર્બની બીજી સીઝન આવી રહી છે અને શૂટ શરૂ થઈ ગયું છે. ડિરેક્ટર સંદીપ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સેટ સેશનનાં ફોટો શૅર કર્યા હતા. એટલું જ નહીં ગાયક પાર્થ ઓઝા અને મલ્હાર ઠાકરે પણ આ શૂટ પરની સ્ટોરીઝ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.
ADVERTISEMENT
આ વેબસીરિઝનું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ ટ્રેલર શૅર કરતા માનસી પારેખ ગોહિલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, "તમારું મનગમતું કપલ મૌલિક અને મીરા ફરી આવી ગયા છે. લગ્નના 7 વર્ષ પછી જાણો કેવી રીતે તેઓ પડકારોનો સામનો કરી રહ્યાં છે."
View this post on Instagram
23 ડિસેમ્બરેના રોજ આ વેબસીરિઝ MX Player પર રિલીઝ થશે. વેબસીરિઝમાં મીરા અને મૌલિકનો પ્રેમ તે જ ખાટી-મીઠી લડાઇ ફરી જોવા મળી રહી છે.
નોંધનીય છે કે ડુ નોટ ડિસ્ટર્બની સીઝન 1માં પણ મલ્હાર ઠાકર અને માનસી પારેખે મૌલિક અને મીરાનું પાત્ર ભજવ્યું હતું અને આ વેબસીરિઝમાં તેમણે ગુજરાતી પતિ પત્નીની સ્ટોરી, બન્નેના ઘરમાં ચાર દિવાલોની અંદરના સંબંધોની હતી.

