આ સિરીઝને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે
નવી શરૂઆત : સંજય લીલા ભણસાલીએ ગઈ કાલે મુંબઈમાં તેમની હિરોઇન્સ અદિતી રાવ હૈદરી, મનીષા કોઇરાલા, શરમીન સેહગલ અને સોનાક્ષી સિંહા સાથે ‘હીરામંડી’ની પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી હતી.
સંજય લીલા ભણસાલીનું કહેવું છે કે સિરીઝ બનાવવાથી સંતોષ જરૂર મળે છે, પરંતુ શારીરિક રીતે એ ખૂબ ચૅલેન્જિંગ છે. તેમના પ્રોડક્શન-હાઉસ હેઠળ હાલમાં ‘હીરામંડી’ બની રહી
છે જેની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝ બહુ જલદી રિલીઝ થશે. આ સિરીઝને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ વિશે વાત કરતાં સંજય લીલા ભણસાલીએ કહ્યું કે ‘મેં ઘણી મોટી ફિલ્મો બનાવી છે, પરંતુ ડિજિટલમાં આવવું એ એના કરતાં પણ મોટું છે. ‘હીરામંડી’ મારો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. ઑડિયો-વિઝ્યુઅલ આર્ટને ક્રીએટિવ અને ઇમોશનલી વધુ અસરદાર બનાવવા માટે ડિજિટલે મને વધુ સ્વતંત્રતા આપી છે. એની બીજી બાજુ પણ છે. ૨-૩ કલાકની ફિલ્મ બનાવતી વખતે થાક ઓછો લાગે છે. જોકે એપિસોડિક સિરીઝ બનાવવાની તેની પોતાની ચૅલેન્જ હોય છે. કોઈ પણ ક્રીએટર માટે એ ફિઝિકલી ખૂબ જ ડિમાન્ડિંગ હોય છે.
જોઈ લો ‘હીરામંડી’ની કાસ્ટ
ADVERTISEMENT
સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’માં કોણ-કોણ કામ કરી રહ્યું છે એની ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ એની કોઈ ઑફિશ્યલ જાહેરાત કરવામાં નહોતી આવી. સંજય લીલા ભણસાલીએ ગઈ કાલે પોસ્ટર અને ટીઝર શૅર કરીને તેમની ટીમની જાહેરાત કરી છે.