આ વખતે તેની સાઇકોલૉજિકલ થ્રિલરને નાગેશ કુકુનૂર ડિરેક્ટ કરશે
માધુરી દીક્ષિત નેને
માધુરી દીક્ષિત નેને આગામી વેબ-સિરીઝ ‘મિસિસ દેશપાંડે’માં સિરિયલ કિલરના રોલમાં દેખાય એવી શક્યતા છે. અગાઉ માધુરીએ ૨૦૨૨માં નેટફ્લિક્સના થ્રિલર શો ‘ધ ફેમ ગેમ’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી હતી. હવે તે ફરીથી ડિજિટલ પ્લૅટફૉર્મ તરફ વળી છે. આ વખતે તેની સાઇકોલૉજિકલ થ્રિલરને નાગેશ કુકુનૂર ડિરેક્ટ કરશે. એવું કહેવાય છે કે આ શો કદાચ તો ફ્રેન્ચ સિરીઝની હિન્દી આવૃત્તિ રહેશે. વેબ-સિરીઝમાં એવું દેખાડવામાં આવશે કે પોલીસ સિરિયલ કિલરનું દિમાગ જાણી શકે એ માટે એક સિરિયલ કિલરને હાયર કરે છે જેથી તેની કામની રીતભાત જાણીને તેને પકડવામાં સરળતા પડે. આ શોના અન્ય કલાકારોની પસંદગી હજી ચાલી રહી છે. એવામાં માધુરીને ડાર્ક રોલમાં દેખાડવા માટે મેકર્સ પણ આતુર છે. નાગેશ કુકુનૂર સંવેદનશીલ સ્ટોરી દેખાડવા માટે જાણીતો છે. એવામાં આ થ્રિલર દ્વારા તે દર્શકોને હટકે અનુભવ આપશે અને એમાં પણ માધુરીની હાજરી સોનામાં સુગંધ ભળવા જેવી લાગશે.