વિશાલ ભારદ્વાજની ‘ખુફિયા’ ગઈ કાલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ એક ઇન્ટેલિજન્સ ઑફિસરની સ્ટોરી પર બનાવવામાં આવેલી ફિલ્મ છે.
તબુ
કાસ્ટ : તબુ, અલી ફઝલ, વામિકા ગબ્બી
ડિરેક્ટર : વિશાલ ભારદ્વાજ
સ્ટાર: અઢી
ADVERTISEMENT
વિશાલ ભારદ્વાજની ‘ખુફિયા’ ગઈ કાલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ એક ઇન્ટેલિજન્સ ઑફિસરની સ્ટોરી પર બનાવવામાં આવેલી ફિલ્મ છે જેમાં તબુ, અલી ફઝલ અને વામિકા ગબ્બીએ કામ કર્યું છે. આ ફિલ્મને વિશાલ ભારદ્વાજે અમર ભૂષણની બુક ‘એસ્કેપ ટુ નોવેર’ પરથી બનાવવામાં આવી છે.
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મની સ્ટોરી ૨૦૦૪માં સેટ છે. અહીંથી ફિલ્મની સ્ટોરી શરૂ થાય છે. બંગલા દેશમાં ઇલેક્શન હોય છે અને એના પર ભારત અને પાકિસ્તાન બન્નેની નજર હોય છે. બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે પરમાણુ કરાર કરવાની વાતચીત ચાલી રહી હોય છે. આ દરમ્યાન ભારતની એક એજન્ટનું બંગલા દેશમાં મૃત્યુ થાય છે. આ મર્ડરથી ભારતની એજન્ટ કૃષ્ણા મેહરા એટલે કે કેએમ હચમચી જાય છે. આ મર્ડરની તપાસ કરતાં જાણ થાય છે કે ઇન્ડિયન એજન્ટ રવિ મોહન એટલે કે અલી ફઝલ પર તેમને શક થાય છે. તેઓ રવિ મોહનના ઘરમાં કૅમેરા લગાવે છે. આ સર્વેલન્સ દરમ્યાન તેની પત્ની ચારુ, જે હાઉસવાઇફ હોય છે તેનું મર્ડર થાય છે. જોકે એ મર્ડર કોણ કરે છે અને કેમ કરે છે એ પણ ઇન્ટરેસ્ટિંગ છે. આ સર્વેલન્સની વચ્ચે કેએમની પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફ પણ ઝોલાં ખાતી જોવા મળે છે. ફિલ્મમાં એક કરતાં વધુ લવ સ્ટોરી છે અને એક કરતાં વધુ સાઇડ સ્ટોરી પણ ચાલે છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
વિશાલ ભારદ્વાજ બુક પર આધારિત આ ફિલ્મની સ્ટોરીને વળગી રહ્યા છે અને એને વધુ ટ્વિસ્ટ અને ટર્નથી ભરપૂર બનાવવાની કોશિશ કરી છે. જોકે એ સ્ટોરીને કન્ટ્રોલ નથી કરી શક્યા. એકસાથે ઘણી સ્ટોરી ચાલતાં વિશાલ ભારદ્વાજ કઈ સ્ટોરીને કહેવા માગે છે અથવા તો આ દરેક સ્ટોરી દ્વારા શું કહેવા માગે છે એ મેસેજ ક્લિયર નથી કરી શક્યા. દરેક સ્ટોરી જ્યારે એકમેક સાથે ટકરાય છે ત્યારે એક અલગ ટ્વિસ્ટ આવવાની જગ્યાએ સ્ટોરીમાં કોઈ ફરક નથી પડતો. વિશાલ ભારદ્વાજે તેની ફિલ્મમાં સર્વેલન્સ કેવી રીતે કરે છે અને એની પાછળ કેટલી મહેનત જાય છે એ દેખાડવા માટે ખૂબ જ સમય આપ્યો છે. તેમ જ મહેનત પણ ઘણી કરી છે. વિશાલ ભારદ્વાજનો વેબ પર આ બીજો પ્રોજેક્ટ છે. આ ફિલ્મમાં પણ તેમના કામની ઝલક અને પોએટિક અંદાજ જોવા મળે છે, પરંતુ એને જસ્ટિફાઇ નથી કરી શક્યા. જોકે તેમણે ડાયલૉગ દ્વારા ઘણું કહેવાની કોશિશ કરી છે. વામિકાની લાઇફમાં જ્યારે પ્રૉબ્લેમ હોય છે ત્યારે તે તબુને કહે છે કે રૉ એજન્ટની પાસે દિલ નથી હોતું. તબુ જવાબમાં ફક્ત એટલું જ કહે છે કે આ સવાલ તેણે તેના પિતા, જે પણ આર્મીમાં હતા તેને કેમ કોઈ દિવસ નહોતો કર્યો.
પર્ફોર્મન્સ
આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ એના ઍક્ટર્સ છે. તબુ જે પણ કામ કરે છે એને તે પોતાનું બનાવી દે છે. આ ફિલ્મમાં તે એક રૉ એજન્ટના પાત્રને બખૂબી ભજવી રહી છે. પ્રોફેશનલ લાઇફમાં આવતી મુશ્કેલીઓ અને પર્સનલ લાઇફમાં દીકરા સાથેના રિલેશનને લઈને જે દુઃખ હોય છે એ તેના ચહેરા પર જોઈ શકાય છે. તેણે તેના પાત્રને ઘણાં લેયર્સ આપ્યા છે અને સમયે-સમયે એક દિલથી વિચારનારી વ્યક્તિ અને સમય અનુસાર શરીરમાં દિલ નહીં, પરંતુ ફક્ત દિમાગ જ હોય છે એ રીતની વ્યક્તિને તેણે ખૂબ જ સારી રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. અલી ફઝલનું પાત્ર પણ ઇન્ટરેસ્ટિંગ છે. તે જ્યારે રૉ એજન્ટ હોય છે ત્યારે તેની બૉડી લૅન્ગ્વેજ ખૂબ જ અલગ હોય છે અને તેની લાઇફમાં જ્યારે પરિસ્થિતિ બદલાય છે ત્યારે સંજોગ અનુસાર તેની બૉડી લૅન્ગ્વેજ અને તેના ચહેરા પર ડર પણ જોવા મળે છે. તેનું આ ટ્રાન્સફૉર્મેશન ગજબનું છે. આ ફિલ્મમાં વામિકાનું પાત્ર થોડું કૉમ્પ્લેક્સ છે. તેણે એક હાઉસવાઇફના પાત્રમાં ખૂબ જ સારી રીતે કામ કર્યું છે. તે જ્યારે ઘરમાં કોઈ ન હોય અને જૂના ગીત પર ડાન્સ કરતી હોય અને કામ કરતી હોય એ દૃશ્યને ખૂબ જ સારી રીતે શૂટ કરવામાં આવ્યા છે અને વામિકાએ ઍક્ટિંગ પણ ખૂબ જ સારી રીતે કરી છે. જોકે આ સિવાય પણ તેણે બીજા પાર્ટમાં જે ઍક્ટિંગ કરી છે એ કમાલની છે.
આખરી સલામ
વિશાલ ભારદ્વાજની આ ફિલ્મમાં ઍક્ટિંગ કમાલની છે, પરંતુ એની સ્ટોરીને જસ્ટિફાઇ નથી કરી શક્યા. આ સ્પાય ફિલ્મ અનઈવન છે જે વિશાલ ભારદ્વાજનો યુએસપી છે, પરંતુ એમાં ફક્ત કેટલાંક દૃશ્યો જોવાં ગમે છે, નહીં કે સંપૂર્ણ પ્રોડક્ટ.