કે કે મેનને તેની ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5 : ધ હિમ્મત સ્ટોરી’નું ટીઝર ગઈ કાલે લોન્ચ કર્યું હતું
કે કે મેનન
કે કે મેનને તેની ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5 : ધ હિમ્મત સ્ટોરી’નું ટીઝર ગઈ કાલે લોન્ચ કર્યું હતું. ‘સ્પેશ્યલ ઑપ્સ’માં કે કે મેનનના કામનાં ખૂબ વખાણ કરવામાં આવ્યાં હતાં એથી તે રો એજન્ટ કેવી રીતે બન્યો હતો એ હવે આ સીઝનમાં દેખાડવામાં આવશે. આ સીઝનની શરૂઆત યુવાન રો એજન્ટ હિમ્મત સિંહ દ્વારા કરવામાં આવશે. ૨૦૦૧નો સમયગાળો આ સીઝનમાં દેખાડવામાં આવશે. આ સીઝનમાં તેની સાથે આફતાબ શિવદાસાણી, આદિલ ખાન, ઐશ્વર્યા સુસ્મિતા, મારિયા રાબોશપ્કા, ગૌતમી કપૂર, વિનય પાઠક, પરમિત સેઠી, કે. પી. મુખરજી જેવા
ઘણા ઍક્ટર્સ છે. આ સીઝન વિશે ડિરેક્ટર નીરજ પાન્ડેએ કહ્યું હતું કે ‘અમે હંમેશાં ‘સ્પેશ્યલ ઑપ્સ’ને મલ્ટિ લેયર્ડ ફ્રૅન્ચાઇઝી તરીકે જોઈ હતી જેમાં પાત્રો, સ્કેલ અને ફૉર્મેટનું ઇનોવેશન કરવું શક્ય છે.’