કે. કે. મેનનની વેબ-સિરીઝ ‘બમ્બઈ મેરી જાન’ ૧૪ સપ્ટેમ્બરે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. દસ પાર્ટના આ શોમાં અવિનાશ તિવારી, ક્રિતિકા કામરા, નિવેદિતા ભટ્ટાચાર્ય અને અમાયરા દસ્તુર લીડ રોલમાં જોવા મળશે.
કે. કે. મેનન
કે. કે. મેનનની વેબ-સિરીઝ ‘બમ્બઈ મેરી જાન’ ૧૪ સપ્ટેમ્બરે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. દસ પાર્ટના આ શોમાં અવિનાશ તિવારી, ક્રિતિકા કામરા, નિવેદિતા ભટ્ટાચાર્ય અને અમાયરા દસ્તુર લીડ રોલમાં જોવા મળશે. આ શોને કાસિમ જગમગિયા, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીએ પ્રોડ્યુસ કર્યો છે. શુજાત સૌદાગરે એને ડિરેક્ટ કર્યો છે. આઝાદી બાદના સમયને એમાં દેખાડવામાં આવ્યો છે. આઝાદ ભારતમાં મુંબઈમાં વિકાસ પામેલા અન્ડરવર્લ્ડ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. લોકોને ગૅન્ગસ્ટર થ્રિલર અને ગુડ વર્સસ ઈવિલની લડાઈ દેખાશે. આ શોને લઈને રિતેશ સિધવાણીએ કહ્યું કે ‘દર્શકોને દિલચસ્પ થ્રિલર અને ગુડ વર્સસ ઈવિલની લડાઈ જોવા મળવાની છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સાથે ફરીથી કામ કરવાની અમને ખુશી છે અને અમે વિશ્વના દર્શકોને વિચારતા કરી દે એવી સિરીઝ લઈને આવ્યા છીએ.’