‘બમ્બઈ મેરી જાન’માં કે. કે. મેનન અને ક્રિતિકા કામરા અને અવિનાશ તિવારી જોવા મળશે.
`બમ્બઈ મેરી જાન’ સિરીઝ
‘બમ્બઈ મેરી જાન’માં કે. કે. મેનન અને ક્રિતિકા કામરા અને અવિનાશ તિવારી જોવા મળશે. આ દસ એપિસોડની સિરીઝ બનાવવામાં આવી રહી છે. આ એક ક્રાઇમ-થ્રિલર શો છે જેમાં અમાયરા દસ્તુર પણ જોવા મળશે. રેન્સિલ ડીસિલ્વા અને શુજાત સૌદાગર દ્વારા આ શોને બનાવવામાં આવી રહ્યો છે. આ શોની સ્ટોરી ક્રાઇમ જર્નલિસ્ટ એસ. હુસૈન ઝૈદીની સ્ટોરી પરથી આધારિત છે. આ શોને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીના એક્સેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ક્રાઇમ સિરીઝ મુંબઈમાં આધારિત છે. આ શોને શુજાત સૌદાગર દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે. તેણે ઍડ્વર્ટાઇઝમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું છે. આ શોને પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવશે.

