Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > નેટફ્લિક્સ પર આવશે જુહી ચાવલાની ‘ફ્રાઇડે નાઇટ પ્લાન’

નેટફ્લિક્સ પર આવશે જુહી ચાવલાની ‘ફ્રાઇડે નાઇટ પ્લાન’

22 August, 2023 03:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તેની સાથે બબીલ ખાન અને અમૃત જયન પણ જોવા મળશે.

ફ્રાઇડે નાઇટ પ્લાન

ફ્રાઇડે નાઇટ પ્લાન


જુહી ચાવલા મહેતાની આગામી ફિલ્મ ‘ફ્રાઇડે નાઇટ પ્લાન’ પહેલી સપ્ટેમ્બરે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર આવશે. આ ફિલ્મમાં તેની સાથે બબીલ ખાન અને અમૃત જયન 
પણ જોવા મળશે. બન્ને સગા ભાઈના રોલમાં જોવા મળશે. ફિલ્મને ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ કરી છે અને વત્સલ નીલાકાન્તને ડિરેક્ટ કરી છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે. ફિલ્મમાં સ્કૂલના સ્ટુડન્ટના રોલમાં બબીલ જોવા મળશે. ફુટબૉલ મૅચમાં તેણે સારો સ્કોર કરતાં આખી સ્કૂલનું ધ્યાન તેની તરફ જાય છે. તેને મળતા છોકરીઓના અટેન્શનથી તે ખુશ છે. ત્યાર બાદ તે સ્કૂલમૅટની ફ્રાઇડે નાઇટ પ્લાનને અટેન્ડ કરવા જાય છે. તેની મમ્મીના રોલમાં જુહી દેખાશે. એક દિવસ માટે જુહી ચાવલાને બહાર જવું પડે છે અને તે તેનાં બાળકોને એક દિવસ મૅનેજ કરવા કહે છે. જોકે બબીલ અને તેનો ભાઈ તો ફ્રાઇડે નાઇટ પ્લાનને લઈને ઉત્સુક હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2023 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK