તનુજા ચંદ્રાની થ્રિલર સિરીઝ હશ હશમાં જુહી ચાવલા અને આયેશા ઝુલ્કા
જુહી ચાવલા
ઓટીટી પ્લૅટફૉર્મ્સને કારણે હવે મલ્ટિસ્ટારર શોમાં વધારો થયો છે. કોઈ વેબ-સિરીઝની અનાઉન્સમેન્ટ થાય એટલે કલાકારોની યાદી જાણવા માટે હવે દર્શકોને ઉત્સુકતા રહે છે. નેટફ્લિક્સની સિરીઝ ‘બૉમ્બે બેગમ્સ’માં પણ પૂજા ભટ્ટ, શહાના ગોસ્વામી, અમૃતા સુભાષ સહિતની ઍક્ટ્રેસિસ છે. તાજેતરમાં ઍમેઝૉન પ્રાઇમની આગામી સિરીઝ ‘હશ હશ’ની જાહેરાત કરવામાં આવી છે જેમાં જુહી ચાવલા (ઇશ્ક), આયેશા ઝુલ્કા (જો જીતા વહી સિકંદર), કૃતિકા કામરા (મિત્રોં), સોહા અલી ખાન (રંગ દે બસંતી), કરિશ્મા તન્ના (સંજુ), શહાના ગોસ્વામી (અ સૂટેબલ બૉય) જેવી જાણીતી અભિનેત્રીઓ સ્ક્રીન શૅર કરતી જોવા મળશે. જુહી ચાવલા છેલ્લે અલ્ટ બાલાજીની સિરીઝ ‘ધ ટેસ્ટ કેસ’માં અને આયેશા ઝુલ્કા ફિલ્મ ‘જીનિયસ’માં જોવા મળ્યાં છે.
‘હશ હશ’ થ્રિલર સિરીઝ છે જેને ‘સંઘર્ષ’, ‘કરીબ કરીબ સિંગલ’ ફેમ તનુજા ચન્દ્રા ડિરેક્ટ કરવાનાં છે. તો ‘વિકી ડોનર’, ‘પીકૂ’, ‘ઑક્ટોબર’, ‘ગુલાબો સિતાબો’ જેવી ફિલ્મો લખનારાં અને નૅશનલ અવૉર્ડ વિનર જુહી ચતુર્વેદી આ વેબ-સિરીઝનાં રાઇટર છે.

