સોનાક્ષી તેની ઓટીટી ડેબ્યુ ‘દહાડ’ માટે બાઇક ચલાવતાં શીખી હતી.
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાનું કહેવું છે કે તે ઘણી વાર રાતે બાઇક-રાઇડ પર નીકળે છે. તે તેની ઓટીટી ડેબ્યુ ‘દહાડ’ માટે બાઇક ચલાવતાં શીખી હતી. આ શોમાં તે પોલીસનું પાત્ર ભજવી રહી છે અને એ માટે તેણે બાઇક-રાઇડ કરવાની જરૂર હતી. આ શોને ફરહાન અખ્તર, રિતેશ સિધવાણી, રીમા કાગતી અને ઝોયા અખ્તર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. રીમાએ આ શોને ડિરેક્ટ પણ કર્યો છે. આ શો આજે ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થઈ રહ્યો છે. આ શોમાં બાઇક-રાઇડ કરવા વિશે સોનાક્ષીએ કહ્યું કે ‘મને લાગે છે કે મારો જન્મ આ રોલ કરવા માટે જ થયો હતો. એક ઍક્ટર તરીકે અમે બધા અમારી લિમિટની બહાર જઈને કામ કરવા માગીએ છીએ. આ રોલ મારી પાસે એ જ અપેક્ષા રાખી રહ્યો હતો. મારે આ શો માટે ઘણી તૈયારીઓ કરવી પડી હતી અને એમાં બાઇક-રાઇડનો પણ સમાવેશ થાય છે. મારા માટે આ ખૂબ જ સારો અનુભવ હતો. એક વાર હું બાઇક ચલાવતાં શીખી ગઈ પછી મને અટકાવવી શક્ય નહોતી. રાઇડિંગ મારું પૅશન બની ગયું અને શૂટ બાદ પણ હું એ કરતી રહી. હું હવે નાઇટ-રાઇડ માટે નીકળું છું ત્યારે મારી મમ્મી ખૂબ જ ટેન્શનમાં આવી જાય છે, પરંતુ મને એ ખૂબ જ પસંદ છે.’