વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આ સિરીઝ ૯ ડિસેમ્બરે રિલીઝ થઈ છે.
હસલીન કૌર
વેબ-સિરીઝ ‘CAT’માં કામ કરીને હસલીન કૌરને એહસાસ થયો છે કે તે હવે ઍક્ટર બની છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આ સિરીઝ ૯ ડિસેમ્બરે રિલીઝ થઈ છે. એમાં રણદીપ હૂડા લીડ રોલમાં છે. એમાં રણદીપ પાસેથી તેને ઘણુંબધું શીખવા મળ્યું છે એવું તેનું કહેવું છે. રણદીપ સાથે કામ કરવાનો અનુભવ વિશે હસલીને કહ્યું કે ‘અમે શૂટિંગની શરૂઆત કરીએ એ પહેલાં હું તેમને એક જ વખત મળી હતી. ત્યાર બાદ તો હું સીધી તેમને સેટ પર જ મળી હતી. શૂટિંગ દરમ્યાન એહસાસ થયો કે પર્સનલી તેમની સાથે કામ કરવાનો અનુભવ જ અલગ છે. હું રણદીપ હૂડાની મોટી ફૅન છું. હું તેમની પ્રશંસક છું. તે જ્યારે ઍક્શનમાં આવે છે ત્યારે એક ઍક્ટર તરીકે તેમની એક અલગ જ બાજુ જોવા મળે છે. આખા શૂટિંગ દરમ્યાન તેઓ દરેક બાબત પર ઝીણવટભરી નજર રાખતા હતા. દરેક શૉટ વખતે તેઓ મારી મદદ કરતા હતા. ક્યારેક તેઓ મને પૂછતા કે ‘આમાંથી હું શું શીખી? તેં તારા હોમવર્કમાં શું કર્યું?’ આવા ઍક્ટર્સ સાથે કામ કરવાથી તમે ઝડપથી શીખી જાઓ છો. આવા પ્રકારની ઍક્ટિંગ તો મેં પહેલી વખત જોઈ છે. ‘CAT’માં કામ કર્યા બાદ મને એહસાસ થયો છે કે હું હવે ખરા અર્થમાં એક ઍક્ટર બની છું.’