હથોડા ત્યાગીના પાત્રને લઈને અભિષેકે કહ્યું કે ‘હું પૂરી રીતે એ રોલના પ્રેમમાં પડ્યો છું અને મારા દિમાગમાં સતત એ વસ્તુ ચાલે છે
અભિષેક બૅનરજી
અભિષેક બૅનરજીનું કહેવું છે કે તે હંમેશાં તેની વેબ-સિરીઝ ‘પાતાલ લોક’ના કૅરૅક્ટર હથોડા ત્યાગી જેવો રોલ કરવાનો પ્રયાસ કરે છે. તેણે ‘મિર્ઝાપુર’ અને ‘ટાઇપરાઇટર’માં પણ કામ કર્યું છે. આ સિવાય તે ઍક્શન કરતો પણ દેખાશે. તે ‘સ્ત્રી 2’, ‘ડ્રીમ ગર્લ 2’ અને ‘રાના નાયડુ 2’માં પણ જોવા મળવાનો છે. એને લઈને તે એક્સાઇટેડ પણ છે. હથોડા ત્યાગીના પાત્રને લઈને અભિષેકે કહ્યું કે ‘હું પૂરી રીતે એ રોલના પ્રેમમાં પડ્યો છું અને મારા દિમાગમાં સતત એ વસ્તુ ચાલે છે. હું જાણતો હતો કે મારી લાઇફ બદલવાની ક્ષમતા એનામાં છે. સાથે જ મને એનો આઇડિયા પણ નહોતો કે લોકો મને ‘હથોડા ત્યાગી’ તરીકે ઓળખવા માંડશે. હું હંમેશાં હથોડા ત્યાગી જેવું જ કાંઈક એક્સાઇટિંગ અને નવું કરવાનો પ્રયાસ કરું છું જે મારા માટે અઘરું છે.’