હીના ખાન સાથે અભિષેક બજાજ, અભિનવ શર્મા, આદિલ ખાન અને ફૈઝલ મલિક પણ લીડ રોલમાં દેખાય છે.
હિના ખાન
હિના ખાને શો ‘નામાકુલ’માં પોતાના પાત્ર રુબિયાને નિખારવા માટે સ્ટાઇલની કેટલીક સલાહ આપી હતી. આ શો ઍમેઝૉન મિની ટીવી પર ચાલી રહ્યો છે. એમાં તેની સાથે અભિષેક બજાજ, અભિનવ શર્મા, આદિલ ખાન અને ફૈઝલ મલિક પણ લીડ રોલમાં દેખાય છે. શોની સ્ટોરી લખનઉની છે, જેમાં બે ફ્રેન્ડ્સ કૉલેજ લાઇફની શરૂઆત કરે છે અને એ જ વખતે તેમની સાથે કોઈ અઘટિત ઘટના ઘટે છે. હિનાનું કહેવું છે કે તેને પણ આ શોના તેના પાત્ર રુબિયાની જેમ ડ્રેસિંગ પ્રત્યે પ્રેમ છે. એ વિશે હિના કહે છે, ‘મારા રોલના લુક માટે થોડું શ્રેય હું પોતાની જાતને આપું છું. વાળમાં ગુલાબ લગાવવાની સલાહ મેં આપી હતી. મને એવું લાગતું હતું કે એનાથી તેનો લુક વિશેષ દેખાશે. એથી હિના અને રુબિયા બન્નેને ફૅશન પ્રત્યે એકસમાન પ્રેમ છે. સાડી અને સલવાર-કમીઝ તેના લુકનાં મુખ્ય આકર્ષણ છે. અમારે રુબિયાને કૉલેજમાં સૌથી આકર્ષક દેખાડવાની હતી.’

