આ વેબ-શોમાં સુનીલ શેટ્ટી પણ કામ કરી રહ્યો છે.
રાહુલ દેવ
રાહુલ દેવનું કહેવું છે કે ‘હન્ટર - તૂટેગા નહીં, તોડેગા’માં તે હરિયાણવી પોલીસ ઑફિસરનું પાત્ર ભજવી રહ્યો છે. આ વેબ-શોમાં સુનીલ શેટ્ટી પણ કામ કરી રહ્યો છે. આ શોમાં આઠ એપિસોડ છે અને એ ૨૨ માર્ચે ઍમેઝૉન મિની ટીવી પર સ્ટ્રીમ થશે. આ શોના પોતાના પાત્ર વિશે વાત કરતાં રાહુલ દેવે કહ્યું કે ‘હું ‘હન્ટર - તૂટેગા નહીં, તોડેગા’માં હરિયાણવી પોલીસનું પાત્ર ભજવી રહ્યો છું. મારા માટે આ ખૂબ જ સારો અનુભવ રહ્યો છે, કારણ કે દરેક પાત્રને ખૂબ જ સુંદર રીતે લખવામાં આવ્યું છે. મારું પાત્ર છે જે એની પોતાની રૂલ બુક છે અને એ એને ફૉલો કરે છે. આ શોની સ્ટોરીલાઇન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ટ્વિસ્ટ પણ સારા છે. દર્શકોને આ શો દેખાડવા માટે આતુર છું.’
સુનીલ શેટ્ટી સાથે કામ કરવા વિશે રાહુલ દેવે કહ્યું કે ‘અન્ના અને હું ઘણાં વર્ષોથી કામ કરીએ છીએ. હું તેમનો ખૂબ જ વિશ્વાસ કરું છું અને તે મારા દિલની નજીક છે. તે ખરેખર મારું સારું ઇચ્છે છે અને આ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ક્લોઝમાંનો એક વ્યક્તિ છે. ક્લોઝ બૉન્ડ મદદ કરે છે, પરંતુ અમારા માટે ચૅલેન્જિંગ હતું કારણ કે અમે બન્ને એકમેકની સામે છીએ. મારા પર્ફોર્મન્સના ફીડબૅક ખૂબ જ પૉઝિટિવ છે. મારા ડિરેક્ટર અને અન્નાએ ખૂબ જ વખાણ કર્યાં છે. આથી મને ખુશી છે કે હું ‘હન્ટર’નો પાર્ટ બન્યો છું.’