આ એક ઍક્શન થ્રિલર સિરીઝ છે
ઈશા દેઓલ
સુનીલ શેટ્ટીની ‘ઇનવિઝિબલ વુમન’માં હવે ઈશા દેઓલને પણ પસંદ કરવામાં આવી છે. આ એક ઍક્શન થ્રિલર સિરીઝ છે. આ સિરીઝમાં તેમની સાથે રાહુલ દેવ, સુધા ચંદ્રન, ચાહત તેજવાની, કરણવીર શર્મા, મિહિર આહુજા, ગાર્ગી સાવંત, મીર સર્વર, ટીના સિંહ, સિદ્ધાર્થ ખેર અને ઇનાક્ષી ગાંગુલી પણ જોવા મળશે. યુડલી અને સારેગામાપા ઇન્ડિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ સિરીઝને સિમેરજિત સિંહ અને અમરિન્દર ગિલ ડિરેક્ટ કરી રહ્યા છે. આ વિશે વાત કરતાં ઈશા દેઓલે કહ્યું હતું કે ‘આ પ્રકારના પ્રોજેક્ટ ખૂબ ફૅન્ટૅસ્ટિક છે. એમાં એક અલગ પ્રકારની સ્ટોરીને એક્સપ્લોર કરવામાં આવશે. આ એક મિસ્ટરીથી ભરપૂર સ્ટોરી છે. સુનીલ શેટ્ટી સાથે ફરી કામ કરવું મારા માટે સારી વાત છે. શૂટિંગ શરૂ થઈ ગયું છે.’