આ વેબ-સિરીઝ ૧૨ મેએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે
સોનાક્ષી સિંહાની સિરીઝ ‘દહાડ’ના ટ્રેલર લૉન્ચ વખતે હાજર રિટાયર્ડ આઇપીએસ ઑફિસર ડૉ. મીરા ચઢ્ઢા બોરવણકર : તસવીર સતેજ શિંદે
સોનાક્ષી સિંહાની સિરીઝ ‘દહાડ’ના ટ્રેલર લૉન્ચ વખતે હાજર રિટાયર્ડ આઇપીએસ ઑફિસર ડૉ. મીરા ચઢ્ઢા બોરવણકરે જણાવ્યું છે કે તેમની ઇચ્છા છે કે પોલીસ ફોર્સમાં વધુ સંખ્યામાં મહિલાઓની ભાગીદારી થાય. આ વેબ-સિરીઝ ૧૨ મેએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. આ સિરીઝમાં વિજય વર્મા પણ છે. આ શોમાં અંજલિ ભાટીના રોલમાં સોનાક્ષી જોવા મળશે. તેના પાત્રની પ્રશંસા કરતાં મીરા ચઢ્ઢા બોરવણકરે કહ્યું કે ‘અંજલિ ભાટી હટકે વિચારક છે અને તે એક વસ્તુને બીજી સાથે ખૂબ જ સારી રીતે કનેક્ટ કરી શકે છે. જોકે પુરુષ ઑફિસર્સ આ સિરીઝમાં એવું નથી કરી શકતા એનો મને ખેદ છે. હાલમાં અમારા ડિપાર્ટમેન્ટમાં ૧૧ ટકા મહિલાઓ કાર્યરત છે. આશા છે કે એ આંકડો ૪૦ ટકા સુધી વધી જાય. આપણી પ્રશાસનિક સેવામાં ભારે પરિવર્તન આવ્યું છે. અગાઉ મહિલા ઑફિસર્સને માત્ર મહિલાઓ સાથે થયેલા અપરાધના કેસ જ આપવામાં આવતા હતા, પરંતુ હવે મહિલાઓ હાઈ પ્રોફાઇલ કેસને પણ ઉકેલવામાં અગ્રેસર છે.’