બેનિજય એશિયા, દીપર ધાર અને રિશી નેગી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ સિરીઝને ૧૬ સપ્ટેમ્બરે સ્ટ્રીમ કરવામાં આવશે.
દહન - રાકન કા રહસ્ય નું મોશન પોસ્ટર
તિસ્કા ચોપડાનું કહેવું છે કે ‘દહન - રાકન કા રહસ્ય’માં ડરને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ડિઝની+હૉટસ્ટાર પર આવી રહેલા આ શોનાં દરેક પાત્ર પોતાની અંદર રહેલા શેતાન સાથે ફાઇટ કરતું જોવા મળશે. ૯ એપિસોડની આ સિરીઝને વિક્રાન્ત પવારે ડિરેક્ટ કરી છે. બેનિજય એશિયા, દીપર ધાર અને રિશી નેગી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ સિરીઝને ૧૬ સપ્ટેમ્બરે સ્ટ્રીમ કરવામાં આવશે. આ શોની શરૂઆત એક કામના માઇનિંગ પ્રોગ્રામથી શરૂ થાય છે, જેમાં ગામના લોકોનું માનવું હોય છે કે જો મંદિરને નુકસાન થયું તો દરેકને શ્રાપ લાગશે. આ શોમાં તિસ્કા આઇએએસ ઑફિસરનું પાત્ર ભજવી રહી છે અને તેનું કામ આ ગામના લોકોની વર્ષોજૂની માન્યતા દૂર કરવાનું છે. આ વિશે તિસ્કાએ કહ્યું કે ‘આ શો ‘દહન - રાકન કા રહસ્ય’માં દરેક પાત્ર તેમની અંદર રહેલા પિશાચ સાથે લડતું હોય છે એ ફિયરને ખૂબ સારી રીતે કૅપ્ચર કરવામાં આવ્યું છે. મારું પાત્ર અવનિ રાઉટ પર્સનલ અને પ્રોફેશનલ બૅટલ વચ્ચે સંડોવાય છે. તેણે માન્યતાઓ અને સુપરનૅચરલ વસ્તુઓને સમજી-વિચારીને લોકોને પ્રૅક્ટિકલ બનાવવાની કોશિશ કરવી પડે છે. અવનિ રાઉટ તેની ઇન્ટર્નલ અને એક્સટર્નલ ફિયર્સ વચ્ચે ઝોલાં ખાતી જોવા મળશે. દહન અને અવનિને દર્શકો સમક્ષ લાવવાં એક લહાવો છે.’