આ શો મધુ મન્ટેના અને રામ ગોપાલ વર્માના ભત્રીજા તથા અનુરાગ કશ્યપના ભૂતપૂર્વ સહયોગીએ પ્રોડ્યુસ કર્યો છે
‘મહાભારત’નું પોસ્ટર
આપણે દૂરદર્શન પર જે ‘મહાભારત’ જોયું હતું એને હવે નવા લુક અને રંગરૂપ સાથે રજૂ કરવામાં આવશે. વિશ્વભરમાં વસતા લોકોને આ શો ડિઝની+હૉટસ્ટાર પર જોવા મળશે. આ શો મધુ મન્ટેના અને રામ ગોપાલ વર્માના ભત્રીજા તથા અનુરાગ કશ્યપના ભૂતપૂર્વ સહયોગીએ પ્રોડ્યુસ કર્યો છે. આ પૌરાણિક સિરિયલ વિશે મધુ મન્ટેનાએ કહ્યું કે ‘સદીઓથી ભારતીય પુરાણ વિશ્વભરના લોકોને આકર્ષિત કરતું આવ્યું છે. આ મહાકાવ્ય ભારતમાં વર્ષોથી જાણીતું છે. ‘મહાભારત’ સૌથી જૂનું પુરાણ છે. આટલું જૂનું હોવા છતાં એ આજે પણ લોકોને જોડી રાખે છે. એમાં ઘણા બધા બોધપાઠ અને બહાદુરીની ગાથા સમાયેલી છે.’