વેબ-સિરીઝ ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’ બનાવનાર હોમી અડાજણિયાએ જણાવ્યું કે ડિમ્પલ કાપડિયા ઑન અને ઑફ સ્ક્રીન એક નિર્ભય બાળક જેવાં છે
ફાઇલ તસવીર
વેબ-સિરીઝ ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’ બનાવનાર હોમી અડાજણિયાએ જણાવ્યું કે ડિમ્પલ કાપડિયા ઑન અને ઑફ સ્ક્રીન એક નિર્ભય બાળક જેવાં છે. આ શો ડિઝની+હૉટસ્ટાર પર પાંચમી મેએ રિલીઝ થવાનો છે. એમાં ડિમ્પલ કાપડિયા સાથે રાધિકા મદન, દીપક ડોબરિયાલ, આશિષ વર્મા, વરુણ મિત્રા, અંગીરા ધર, ઈશા તલવાર અને મોનિકા ડોગરા લીડ રોલમાં જોવા મળશે. આ શોને હોમી અડાજણિયાએ ડિરેક્ટ કર્યો છે. એમાં ડિમ્પલ કાપડિયા સાથે કામ કરવાના અનુભવ વિશે હોમીએ કહ્યું કે ‘ઑન અને ઑફ સ્ક્રીન ડિમ્પલ એક નીડર બાળક જેવાં છે. અત્યાર સુધી હું જેમને મળ્યો છું એમાંનાં તેઓ સૌથી સુંદર વ્યક્તિ છે. હું તેમની સુંદરતા વિશે આમ નથી કહી રહ્યો. તેમનામાં કોમળતા છે અને તેઓ સ્ટ્રૉન્ગ પણ છે. તેઓ સ્થિતિ અનુસાર પોતાને ઢાળે છે. તેમનામાં રહેલી પાગલપંતીને કારણે અમારે તેમને સાવિત્રીના પાત્રમાં ઢાળવા માટે નિયંત્રિત કરવાં પડ્યાં હતાં.’