Dibyendu Bhattacharya’s chooses Paris Olympics-themed decor for Bappa: અભિનેતાએ તેમની દીકરીએ જીતેલા મેડલ પણ ડેકોરેશનમાં રાખ્યા હતા.
દિબયેન્દુ ભટ્ટાચાર્ય તેમના પરિવાર સાથે (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)
અભિનેતા દિબયેન્દુ ભટ્ટાચાર્ય, હાલમાં અનુભવ સિન્હા દિગ્દર્શિત વેબ સિરીઝ ‘IC 814: ધ કંદહાર હાઇજેક’માં ને લઈને જોરદાર ચર્ચામાં છે. આ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થી 2024ની ઉજવણી કરતાં અભિનેતા દિબયેન્દુ ભટ્ટાચાર્યએ (Dibyendu Bhattacharya’s chooses Paris Olympics-themed decor for Bappa) બાપ્પા માટે કરેલા પેરિસ ઑલિમ્પિક આધારિત થીમના ડેકોરેશન બાબતે મિડ-ડે સાથે ખાસ વાતચીત કરી હતી. મિડ-ડેએ મુંબઈના ઘરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં દિબયેન્દુએ સમજાવ્યું હતું કે કેવી રીતે તેમની દીકરી ફૂટબોલ ખેલાડી દ્વારા જીતવામાં આવેલા મેડલથી સજાવ્યાં હતા અને તેમણે પોતે બનાવેલા સ્વાદિષ્ટ વ્યંજન પણ બાપ્પાને પીરસ્યા હતા.
દિબયેન્દુ છેલ્લા 18 વર્ષથી તેમના ઘરે બાપ્પાની મુર્તિ લાવી ગણેશ ચતુર્થીનું (Dibyendu Bhattacharya’s chooses Paris Olympics-themed decor for Bappa) ઉજવણી કરે છે અને આ વર્ષે પણ દિવ્યેન્દુ ભટ્ટાચાર્યએ એક અનોખી થીમનું ડેકોરેશન કરવામાં કોઈ કસર છોડી નથી. 2024 પેરિસ ઑલિમ્પિકમાં ભારતની અવિશ્વસનીય દોડને જોતાં, અભિનેતા અને તેના પરિવારે બાપ્પાના શણગાર માટે પસંદગી કરી હતી. અભિનેતાએ સમજાવ્યું કે કેવી રીતે તેમણે તેમની ફૂટબોલ પ્લેયર દીકરી નોરાહના સિલ્વર મેડલને પણ રાખવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
View this post on Instagram
અભિનેતાએ શૅર કર્યું કે, “દર વર્ષે, અમે કાચા માલ સિવાય કોઈ પણ ડેકોરેશન પીસ બહારથી ખરીદતા નથી અને બધું જાતે જ કરીએ છીએ. અમારી પાસે પૂજા માટે એક થીમ છે અને આ વખતે તે 2024 પેરિસ ઑલિમ્પિક્સ પર આધારિત છે. ગણપતિ બાપ્પા ગોલ્ડ સાથે નંબર વન છે, ત્યારબાદ સિલ્વર સાથે નીરજ ચોપરા અને બ્રોન્ઝ સાથે ભારતીય હોકી ટીમ છે. દિબયેન્દુનો ગણપતિ દોઢ દિવસનો (Dibyendu Bhattacharya’s chooses Paris Olympics-themed decor for Bappa) હોવાથી તે પહેલા દિવસે પરંપરાગત બંગાળી પ્રસાદ બનાવ્યો હતો, જ્યારે તેની પત્ની રિચા બીજા દિવસે પંજાબી વાનગીઓનો ભોગ બાપ્પાને ધરાવ્યો હતો. અભિનેતાએ કહ્યું કે “હું ખીચડી અને લેબ્રા બનવું છું. અમારી પાસે પાંચ પ્રકારના ભજા છે - પરવાલ, બાઈંગન, ભીંડી, ગોબી અને ચૌલી. જે મેં બાપ્પાને પહેલા દિવસે ધરાવ્યું હતું અને બીજા દિવસે મારી પત્નીનો વારો છે. તેણે છોલે ભટુરે જેવી પંજાબી સ્ટાઈલ ઓફર કરે છે. એ અમારી વિધિ છે.”
જ્યારે પૂછવામાં આવ્યું કે તે શેના માટે પ્રાર્થના કરે છે, ત્યારે અભિનેતાએ (Dibyendu Bhattacharya’s chooses Paris Olympics-themed decor for Bappa) જવાબ આપ્યો, “હું હંમેશા શાંતિ, સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું. હું દરેક માટે, સારી દુનિયા માટે પ્રાર્થના કરું છું. હું પ્રાર્થના કરું છું કે મને વધુ કામ અને સારું કામ મળે અને મને વધુ પ્રશંસા મળે. હું દર્શકોના દિલ જીતવામાં સક્ષમ હોવો જોઈએ. હું ખાસ વસ્તુઓ માટે પ્રાર્થના કરતો નથી. હું `ગણપતિ બાપ્પા મુઝે એક ડબ્બા રસગુલ્લા મિલ જાયે` જેવી પ્રાર્થના નથી કરતો. તે મારા અને વિશ્વ માટે બધું જ ઉકેલી રહ્યો છે.