યુટ્યુબર ભુવન બામનો શો ‘ઢિંઢોરા’ યુટ્યુબ પર પચાસ કરોડ વ્યુઝ મેળવનારો પહેલો ઇન્ડિયન લિમિટેડ સિરીઝ શો બન્યો છે. ભુવન બામ ઇન્ડિયાનો પહેલો ઇન્ડિપેન્ડન્ટ યુટ્યુબર છે જેણે બીબી કી વાઇન્સ ચૅનલ દ્વારા વિડિયો બનાવી લોકોને એન્ટરટેઇન કરવાનું શરૂ કર્યું હતું.
યુટ્યુબર ભુવન બામનો શો ‘ઢિંઢોરા’ યુટ્યુબ પર પચાસ કરોડ વ્યુઝ મેળવનારો પહેલો ઇન્ડિયન લિમિટેડ સિરીઝ શો બન્યો
યુટ્યુબર ભુવન બામનો શો ‘ઢિંઢોરા’ યુટ્યુબ પર પચાસ કરોડ વ્યુઝ મેળવનારો પહેલો ઇન્ડિયન લિમિટેડ સિરીઝ શો બન્યો છે. ભુવન બામ ઇન્ડિયાનો પહેલો ઇન્ડિપેન્ડન્ટ યુટ્યુબર છે જેણે બીબી કી વાઇન્સ ચૅનલ દ્વારા વિડિયો બનાવી લોકોને એન્ટરટેઇન કરવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ તેણે કેટલાંક પાત્રો પણ બનાવ્યાં હતાં જેને તે પોતે ભજવતો હતો. આ તમામ પાત્રોને લઈને તેણે ‘ઢિંઢોરા’ શો બનાવ્યો હતો. આ શોને ખૂબ જ પસંદ પણ કરવામાં આવ્યો હતો. આ વિશે ભુવને કહ્યું કે ‘અમને ‘ઢિંઢોરા’ માટે જે પ્રેમ મળ્યો છે એને લઈને હું ખૂબ જ ખુશ છું. અમારી કન્ટેન્ટને ઘણા વ્યુ મળ્યા એ સાઇન છે કે લોકોને એ પસંદ પડી છે અને મારા માટે એ ખૂબ જ મહત્ત્વનું છે. બીબી કી વાઇન્સની અદ્ભુત ટીમ વગર એ શક્ય નહોતું. મને જે પસંદ છે એ કરવું મને પસંદ છે અને ભવિષ્યમાં હું ઘણુંબધું લઈને આવી રહ્યો છું.’