એમાં નસીરુદ્દીન શાહ રાજા અકબરના રોલમાં દેખાશે.
પૈચાન કૌન?
આ ફોટો જોઈને એક વાર વિચારમાં પડી જવાય એમ છે કે આ કોણ છે. આ ધર્મેન્દ્ર છે. તેમણે પોતાના આગામી પ્રોજેક્ટ ‘તાજ- ડિવાઇડેડ બાય બ્લડ’ના પોતાના લુકને શૅર કર્યો છે. એમાં તેઓ સૂફી સંત સલીમ ચિશ્તીના રોલમાં દેખાવાના છે. એની સ્ટોરી મુગલ સામ્રાજ્ય પર પ્રકાશ પાડશે. એમાં નસીરુદ્દીન શાહ રાજા અકબરના રોલમાં અને અદિતિ રાવ હૈદરી અનારકલીની ભૂમિકામાં દેખાશે. બીજી તરફ સંધ્યા મૃદુલ રાણી જોધાબાઈના રોલમાં, ઝરીના વહાબ રાણી સલીમાના રોલમાં, રાહુલ બોઝ મિર્ઝા હકીમની ભૂમિકા કરતો દેખાશે. આ પ્રોજેક્ટને રોનાલ્ડ સ્કેલ્પેલો ડિરેક્ટ કરે છે. ધર્મેન્દ્રએ ‘તાજ-ડિવાઇડેડ બાય બ્લડ’નો જે લુક શૅર કર્યો છે એમાં તેમના માથા પર મોટી પાઘડી છે, તેમણે લાંબો કુરતો પહેર્યો છે અને સફેદ લાંબી દાઢી છે. આ લુકને ટ્વિટર પર શૅર કરીને ધર્મેન્દ્રએ ટ્વીટ કર્યું કે ‘ફ્રેન્ડ્સ, હું ‘તાજ-ડિવાઇડેડ બાય બ્લડ’માં સૂફી સંત સલીમ ચિશ્તીના રોલમાં દેખાવાનો છું. એમાં મારો રોલ નાનકડો પરંતુ અગત્યનો છે. તમારા આશીર્વાદની જરૂર છે.’